🔥 ट्रेंडिंग नूंह पुलिस ने नासिर-जुनैद के भाई जाबिर... केरेडारी में जेएलकेएम की बैठक: प्रखंड... બાળકો વિનામૂલ્ય રહેવાની સગવડ સાથે મફત... बीदर की बेटी सृष्टि पाटिल इंग्लैंड अंड... जोरदाग में 10 दिवसीय श्रीरामलीला महोत्... કોલેજ પાસ યુવાનો માટે સરકારી નોકરીની ઉ...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેસુ પોલીસે ઉત્તર પ્રદેશની મેરઠ ગેંગના 2 લૂંટારુઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા

વેસુ પોલીસે ઉત્તર પ્રદેશની મેરઠ ગેંગના 2 લૂંટારુઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 अक्टू. 2026, 07:50 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિના પ્રથમ દિવસે સુરતના વેસુ વિસ્તારમાં એક દંપતીને નિશાન બનાવી મોટી લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કરી રહેલા ઉત્તર પ્રદેશના મેરઠ ગેંગના બે રીઢા ગુનેગારોને પોલીસે હથિયારો સાથે ઝડપી પાડ્યા છે.

સુરતના પોશ વિસ્તાર વેસુમાં નવરાત્રિના પ્રથમ દિવસે મોટી લૂંટને અંજામ આપવાનો ઉત્તર પ્રદેશની મેરઠ ગેંગનો ખતરનાક મનસૂબો વેસુ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. તહેવારના માહોલમાં મોડી રાત્રે લૂંટના ઈરાદે ત્રાટકેલા 2 રીઢા ગુનેગારોએ કારમાં બેઠેલી મહિલાને નિશાન બનાવી હતી. ગુનેગારોએ મહિલાના માથા પર દેશી કટ્ટો અને ગળા પર ચપ્પુ મૂકી સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફની ત્વરિત સતર્કતાને કારણે લૂંટનો મોટો પ્લાન ફેલ થયો હતો અને બંને લૂંટારુઓને હથિયારો સાથે રંગેહાથ દબોચી લેવાયા હતા.

ઘટના ગઈકાલે મોડી રાત્રે તારીખ 11 ઓક્ટોબર, 2024ના રોજ બની હતી. એક દંપતી જમીને વેસુ વિસ્તારમાં સોડા પીવા માટે નીકળ્યું હતું. પતિ સોડા લેવા કારમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની પત્ની કારમાં બેઠી હતી. આ દરમિયાન અજાણ્યા 2 લૂંટારુઓ ધસી આવ્યા હતા અને કારની બારીમાંથી મહિલાના માથા પર દેશી કટ્ટો તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ ચપ્પુ મૂકી દીધું હતું.

બદમાશોએ સોનાની બંગડી અને રોકડ આપી દેવા ધમકી આપી હતી. જોકે, કારનો દરવાજો ખુલ્લો હોવાથી મહિલાએ હિંમત દાખવી બહાર નીકળી જોરજોરથી બૂમાબૂમ કરી મૂકતાં લૂંટારુઓ હેબતાઈ ગયા હતા. આ સમયે નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફે બૂમાબૂમ સાંભળી ત્વરિત ઘટના સ્થળે પહોંચી બંને લૂંટારુઓને દબોચી લીધા હતા. પોલીસે બંને લૂંટારુઓ પાસેથી દેશી કટ્ટો, ચપ્પુ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.
📲Get App