🔥 TRENDING Uttar Pradesh Targets Digital Economy... Bihar Man Accused of Spying for Pakist... Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા બેઠક યોજાઈ

સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા બેઠક યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 06:03 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા BSF, CRPF અને ITBPના જવાનોના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા બેઠક યોજી.

ગાંધીનગર સેક્ટર-28 અને 29ના સરકારી આવાસમાં પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉપદ્રવ અને ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ફોગિંગ, દવાનો છંટકાવ, પોરાનાશક કામગીરી અને પેશન્ટ ટ્રેકિંગ હાથ ધરવા સૂચના આપી છે.

જવાનોના નિવાસસ્થાનના દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓની ટીમ તૈનાત કરી તાવ સર્વેલન્સ સહિતની કામગીરી સતત કરવામાં આવશે. પરેડ ગ્રાઉન્ડ અને સમગ્ર આવાસ પરિસરમાં દૈનિક ફોગિંગ તથા પાણી ભરાવાના સ્થળોની સઘન ચકાસણી કરી તાત્કાલિક નિકાલ માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.

આ સાથે રાજ્યમાં વાહકજન્ય રોગોની સ્થિતિની પણ સમીક્ષા કરી. આરોગ્ય વિભાગની સતત મહેનત અને જનજાગૃતિના પરિણામે વર્ષ 2026માં ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના કેસોમાં 39.6% અને ડેન્ગ્યુના કેસોમાં 20.6%નો નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ ઉપરાંત, છેલ્લા બે મહિનાથી રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આ સફળતા માટે આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.

નાગરિકોને પણ અપીલ છે કે પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખે.
📲Get App