🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ મોકૂફ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 08:42 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનાર ૩ દિવસની દેશવ્યાપી બેંક હડતાલ છેલ્લી ઘડીએ મોકૂફ (રદ) રાખવામાં આવી છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનિયનો વચ્ચે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં મુખ્ય માંગણીઓ અંગે હકારાત્મક ખાતરી મળતાં આ નિર્ણય લેવાયો છે. આ હડતાલ પાછળ બેંક કર્મચારીઓની મુખ્ય માંગ અઠવાડિયામાં ૫ દિવસ કામ (તમામ શનિવારે રજા) કરવાની હતી, જેને ઉકેલવા માટે હવે IBA અને યુનિયનના પ્રતિનિધિઓ એક ઉચ્ચ સ્તરીય કમિટી (High-level Committee) ની રચના કરશે. આ ઉપરાંત, સ્કેલ-૪ અને તેથી ઉપરના અધિકારીઓ માટેની પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પરની ચર્ચાઓ પણ હાલ મુલતવી રાખવામાં આવી છે અને પેન્શન અપડેશન જેવા અન્ય પેન્ડિંગ મુદ્દાઓ પર પણ સકારાત્મક ચર્ચા થઈ છે. ૩૦ સપ્ટેમ્બરે બેંકોનું અર્ધવાર્ષિક ક્લોઝિંગ (Half-yearly closing) હોવાથી જો આ હડતાલ થઈ હોત તો નાણાકીય સેવાઓને ભારે અસર પહોંચી હોત, પરંતુ નિર્ણય બદલાતાં દેશભરની તમામ બેંકોનું કામકાજ હવે રાબેતા મુજબ ચાલુ રહેશે.
📲Get App