🔥 TRENDING श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... Fans Praise Intensity of Pakistan-Indi... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં ડુમસ સી-ફેસના ફેઝ-2ના વિકાસ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કવાયત તેજ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 27 Sep 2026, 08:28 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડુમસ સી-ફેસના ફેઝ-1ની અભૂતપૂર્વ સફળતા બાદ સુરત મહાનગરપાલિકા હવે ફેઝ-2ના નિર્માણ માટે સક્રિય થઈ છે. મનપાએ જિલ્લા કલેક્ટર પાસે જમીનની માંગણી કરી છે.

સુરતવાસીઓ માટે હરવા-ફરવાનું નવું ડેસ્ટિનેશન બની ચૂકેલા ડુમસ સી-ફેસના ફેઝ-1ના સફળ લોકાર્પણ બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ફેઝ-2ના વિકાસ માટે સત્તાવાર કવાયત તેજ કરવામાં આવી છે.

ફેઝ-1 ખુલ્લું મુકાતાં જ સુરતીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે સમય વિતાવવા અને મનોરંજન માટે અહીં ઉમટી રહ્યા છે. આ અકલ્પનીય લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મનપાએ ફેઝ-2ના નિર્માણ માટે જિલ્લા કલેક્ટર પાસે જમીનની માંગણી કરી છે.

હાલમાં જમીન સંપાદનની આ પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં છે અને જરૂરી જગ્યા ઉપલબ્ધ થયા બાદ સ્થળ પર પ્રત્યક્ષ ડેવલપમેન્ટની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.
📲Get App