🔥 TRENDING परीक्षा ड्यूटी को लेकर पुलिस अधिकारियो... જૂનાગઢમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી... हथियार के साथ युवक गिरफ्तार વેરાવળમાં દશામાના વ્રતના દસમા દિવસે હર... Bollywood hairstylist reveals why tale... Yashvrdhn Ahuja to debut in Bollywood...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અંડરબ્રિજની સોંપણી મુદ્દે રેલવે અને પાલિકા વચ્ચે વિવાદ: સુરેન્દ્રનગરનો અલંકાર અંડરબ્રિજ મનપાના 2-2 પત્રો છતાં રેલવેએ યોગ્ય કરી હેન્ડઓવર ન કર્યો

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 Aug 2026, 05:08 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર શહેરમાં અલંકાર સિનેમા અને સી.જે. હોસ્પિટલ પાસે રેલવે ટ્રેક કિમી 3/0-1, રેલવે લોકો કોલોની નજીક કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો અંડરબ્રિજ વાહનચાલકો માટે સુવિધાને બદલે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે.

મનપા દ્વારા વારંવાર લેખિત રજૂઆતો અને પત્રવ્યવહાર કરવા છતાં, વેસ્ટર્ન રેલવેના સ્થાનિક ઇજનેર વિભાગ દ્વારા જરૂરી રિપેરિંગ અને પંપિંગની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ આ બ્રિજ લટકતો રખાતાં શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રેલવે તંત્ર કહે છે અંડરબ્રિજ પાલિકાને સોંપી દીધો જ્યારે પાલિકા કહે છે કે, અમે સ્વીકાર્યો જ નથી. મનપા દ્વારા અલંકાર સિનેમા પાસે અંડરબ્રિજ બનાવવા માટે વેસ્ટર્ન રેલવે વિભાગને રૂ.653.47 લાખની ગ્રાન્ટ હવાલે કરવામાં આવી હતી.

રેલવે દ્વારા કન્સ્ટ્રક્શન પૂર્ણ કર્યા બાદ નગરપાલિકાને હેન્ડઓવર કરવા જણાવાયું હતું. પરંતુ નગરપાલિકા અને મનપાએ સ્થળ તપાસ કરતા સામે આવ્યું હતું કે, અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે પંપિંગની યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી તેમજ બ્રિજમાં લીકેજ હોવાને કારણે તળનું પાણી અને વરસાદી પાણી સતત અંદર આવી રહ્યું છે. મનપા તંત્ર દ્વારા રેલવે વિભાગને તાકીદ કરવામાં આવી છે કે બ્રિજનું જરૂરી રિપેરિંગ કામ પૂર્ણ કરી, પંપિંગ સિસ્ટમ કાર્યરત કરી તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે જેથી બ્રિજનો વિધિવત હેન્ડઓવર થઈ શકે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે.

તા. 19મીએ ફરી પત્ર લખી કામગીરીની માંગ કરી

મનપાના નાયબ કાર્યપાલક ઇજનેર કે.જી. હેરમાએ જણાવ્યું કે મનપાએ તા. 19મીએ વેસ્ટર્ન રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર SSC વર્ક્સ, સુરેન્દ્રનગરને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે રેલવે દ્વારા લગાવવામાં આવેલી પાણી નિકાલની મોટર બળી જવાથી અંડરબ્રિજમાં પાણીનો નિકાલ થતો નથી. બ્રિજમાં લીકેજને કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહે છે. અગાઉ 12 મે 2023એ પણ પત્ર લખીને બ્રિજ સંભાળવાની સ્પષ્ટતા કરી હતી.
📲Get App