સસલાના શિકાર કેસમાં ત્રણ| આરોપી વનતંત્રના કબજામાં કચ્છના માંડવી રેન્જના બાડા-2 રાઉન્ડ વિસ્તારમાં 11 ઓક્ટોબરની મધરાતે બે સસલાના શિકારનો મામલો સામે આવ્યો છે.
બાયઠ ગામે બે સસલાના શિકાર કેસમાં ત્રણ| આરોપી વનતંત્રના કબજામાં કચ્છના માંડવી રેન્જના બાડા-2 રાઉન્ડ વિસ્તારમાં 11 ઓક્ટોબરની મધરાતે બે સસલાના શિકારનો મામલો સામે આવ્યો છે. વનતંત્રએ ત્રણ આરોપી રજાક ઉમર મેમણ, સલીમ મુસા મેમણ (બંને રહે. વરાડિયા,| અબડાસા) અને સાહિલ ઓસમાણ મંધરા (રહે. બાયઠ, માંડવી)ને ઝડપી લીધા છે. તેમની પાસેથી સસલાના મૃત અવશેષ અને માંસ, બે ટોર્ચ, કુહાડી, લાકડી તથા બે મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે.| વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓ પાસેથી| ડિપોઝિટ પેટે T1.50 લાખ વસૂલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.|