🔥 TRENDING Vijay's Jana Nayagan Steady At Box Off... Dhanush Urges Fans on Social Welfare Odisha, MP Enter Junior Hockey Final Liquor Seizure in Lko VinFast Expands in India શિક્ષણ વિભાગ દ્વારા ઓગસ્ટમાં રવિવારે શ...
07 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

શિક્ષકોની ઘટથી ગ્રામજનો આકરા પાણીએ: જાળીયા પ્રાથમિક શાળામાં માત્ર 2 શિક્ષકો

✍️ Reporter: Makvana Jaydip 🗓 06 Aug 2026, 11:01 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધોરણ 1 થી 8 સુધીની શાળામાં શિક્ષકોની ભારે અછત, વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે વાલીઓ અને ગ્રામજનોમાં ચિંતા

જાળીયા, તા. 7,08,2026
જાળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછતને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ગામના લોકોના જણાવ્યા મુજબ, ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ ચાલતી આ શાળામાં હાલમાં માત્ર 2 શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે.
શિક્ષકોની અછતને કારણે તમામ ધોરણના વિદ્યાર્થીઓને નિયમિત અને ગુણવત્તાસભર શિક્ષણ મળવામાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રામજનોએ જણાવ્યું છે કે, અનેક વખત રજૂઆતો છતાં પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જો આગામી દિવસોમાં શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે, તો તાળાબંધી સહિતના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે જ આ મુદ્દે ભાવનગર જિલ્લા કક્ષાએ રજૂઆત કરીને જરૂર પડે તો આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગ્રામજનોની મુખ્ય માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી શાળામાં પૂરતા શિક્ષકોની ફાળવણી કરે, જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય નહીં અને તેમના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ચેડો ન થાય.
Need24 News ગામજનોની આ રજૂઆતને તંત્ર સુધી પહોંચાડે છે અને સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની અપેક્ષા છે.
📲Get App