🔥 ट्रेंडिंग झारखंड हाई कोर्ट ने कहा, जमानत से सार्... जहरखण्ड के जनजातीय नेता की मौत पर CBI... भारत ने पाँच नए शिपबिल्डिंग हब के लिए... प्रधानमंत्री मोदी मनीला के ऐतिहासिक गु... विदेशी पोर्टफोलियो निवेश से रुपया सात... बाड़मेर पुलिस ने 8 महीने के बाद इनाम व...
16 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

લીલીયા મોટાની 1985 બેચનું ભવ્ય સ્નેહમિલન શ્યામવાડીમાં

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 16 नव. 2026, 10:07 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીની પર્વ પર લીલીયા મોટાના 1985 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શ્યામવાડી ખાતે ભવ્ય સ્નેહમિલન યોજાયું, જ્યાં જૂના મિત્રો ફરી મળ્યા અને સંગીત, રમતો અને ભોજન સાથે યાદોને તાજી કરી.

દિવાળીના પર્વ નિમિત્તે લીલીયા મોટાના 1985ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શ્યામવાડી ખાતે ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. શ્રી અમૃતબા વિદ્યાલયમાં સાથે ભણેલા મિત્રો વર્ષો બાદ એક જ મંચ પર મળ્યા ત્યારે જાણે સમયનું ચક્ર ફરી વિદ્યાર્થીકાળમાં પહોંચી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.

વિદેશથી લઈને મુંબઈ અને સુરત જેવા શહેરોમાં વસતા મિત્રો પણ ખાસ વતનના આંગણે આવી પહોંચ્યા હતા. પરિવારજનો અને ધર્મપત્નીઓ સાથે ઉપસ્થિત મિત્રોએ જૂની યાદો વાગોળી, સુખ-દુઃખની વાતો કરી અને મિત્રતાના સંબંધોને ફરી એકવાર જીવંત બનાવ્યા હતા.


ડોક્ટરો, સરકારી અધિકારીઓ અને વેપારી જગત સાથે જોડાયેલા મિત્રોએ પોતાના જીવનના અનુભવો પણ એકબીજા સાથે શેર કર્યા હતા.

ખરેખર, વર્ષો વીતી જાય, ઉંમર બદલાઈ જાય, જીવનની જવાબદારીઓ વધી જાય... પરંતુ શાળાના મિત્રો સાથે વિતાવેલી પળો ક્યારેય જૂની થતી નથી!
📲Get App