🔥 TRENDING Fans Claim Hrithik Roshan Spotted in J... Comrade Kalyan Official Trailer Releas... യുവതിയുടെ മരണം;ആൺസുഹൃത്ത് പോലീസ് പിടിയ... Official Trailer of Film 'Haiku' Relea... Air Marshal Ashutosh Dixit Appointed N... Court Orders Uttarakhand PWD to Pay MB...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરના અડાલજમાં કેનાલમાં 19 વર્ષીય યુવક લાપતા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ
Local

ગાંધીનગરના અડાલજમાં કેનાલમાં 19 વર્ષીય યુવક લાપતા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 04:32 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલી કેનાલમાં 19 વર્ષીય જૈમિન ચૌહાણ લાપતા થતા ચકચાર મચી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં કેનાલમાં એક 19 વર્ષીય યુવક લાપતા બનવાની ઘટના સામે આવી છે. લાપતા યુવકની ઓળખ જૈમિન ચૌહાણ તરીકે થઈ છે, જે છેલ્લા ચાર કલાકથી ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

યુવક લાપતા થવાની ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા યુવકને શોધવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.
📲Get App