🔥 TRENDING સુરતમાં તાપી નદીમાં ગણપતિ વિસર્જન વખતે... ખેડબ્રહ્માના પાટડીયા ગામના પ્રતિનિધિઓએ... नॉएडा बस अग्निकांड માંગરોળ તાલુકામાં દસ દિવસ બાદ શ્રીજીની... સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર... कमालगंज में भक्ति और परंपरा के साथ हुआ...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટતાં 19 વર્ષીય યુવકનું મોત

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 10:04 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અશ્વિનીકુમાર રોડ પર શિવનગર નજીક એક એપાર્ટમેન્ટમાં રૂમની છતનો સ્લેબ ધરાશાયી થતાં 19 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર ગુરુવારે સાંજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શિવનગર નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં રૂમની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં 19 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું કાટમાળ નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. આશાસ્પદ પુત્રના અકાળે અવસાનથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ અશ્વિનીકુમાર રોડ સ્થિત શિવનગર, ત્રણ પાનના વડ પાસે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતો આલોક શિવરતન કોરી (ઉં.વ. 19) ગુરુવારે સાંજે પોતાના રૂમમાં એકલો આરામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જોરદાર ધડાકા સાથે રૂમની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. આલોક કંઈ સમજે તે પહેલાં જ ભારે કાટમાળ નીચે દબાઈ ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના રહીશોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક કાટમાળ હટાવી ગંભીર હાલતમાં આલોકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
📲Get App