મોટા દેવળિયા ગામેથી રૂપિયા. 1.81 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોટા દેવળિયા ગામેથી રુપિયા. 1.81 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
બાબરા પોલીસની કાર્યવાહી: પંજાબમાં વેચાણ માટેના વિદેશી દારૂની 206 બોટલ સાથે એક આરોપી સામે કાર્યવાહી
બાબરા, અમરેલી: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામેથી બાબરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કુલ રૂપિયા. 1,81,023ની કિંમતની વિદેશી દારૂની 206 બોટલ કબજે કરવામાં આવી છે. આ દારૂનો જથ્થો ભારતીય બનાવટના વિદેશી દારૂનો હોવાનું પોલીસની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર. પરમારની રાહબરી હેઠળ બાબરા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મોટા દેવળિયા ગામમાં રહેતા અંકિતભાઈ ઉર્ફે તીરસી મનુભાઈ સોનેપરા પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખે છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 206 બોટલ, જેની અંદાજિત કિંમત રૂપિયા. 1,81,023 થાય છે, તે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કબજે કરાયેલા દારૂની વિગતો:
-રોયલ ચેલેન્જ વ્હિસ્કી 750 ML 69 બોટલ, કિંમત રૂપિયા. 89,700
રોયલ સ્ટેગ વ્હિસ્કી 750 ML 48 બોટલ, કિંમત રૂપિયા. 62,400
રોયલ ચેલેન્જ વ્હિસ્કી 180 ML 89 બોટલ, કિંમત રૂપિયા. 28,923
કુલ કિંમત: રૂપિયા. 1,81,023
આ કામગીરીમાં બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર. પરમાર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.