🔥 ट्रेंडिंग अभिनेत्री डोनाल बिष्ट ने नई असामान्य फ... सिब्लैक ने खंगचेन्द्जोङ्गा को राष्ट्री... 26 अगस्त 2026 को नेपाल और तिब्बत में व... सिक्किम सीएम ने नेपाल बाढ़ में हुए मौत... SMAM सब्सिडी की जानकारी: पात्रता, लाभ... પાન્ધ્રો ગામે અદભુત સાદગી અને ભાઈચારા...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

18 વર્ષથી નાસતા ફરતા આરોપીને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 26 अग. 2026, 11:17 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા 18 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાધવેન્દ્ર વત્સ સાહેબ તથા અમદાવાદ જિલ્લા પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. આ આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી તપન ડોડિયા સાહેબ, વિરમગામ વિભાગ તથા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. ગઢવીને ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે, છેલ્લા 18 વર્ષથી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 103/2008, ઈ.પી.કો. કલમ 406, 420, 468, 471, 479, 34 મુજબના ગુનામાં નાસતો-ફરતો આરોપી વિજયરાજસિંહ કાળુભા ઝાલા, હાલ ભવ્યપાર્ક સોસાયટી, બોપલ, તા. દસક્રોઈ, જી. અમદાવાદ ખાતે રહે છે અને મૂળ વાંકિયા ગામ, તા. વાંકાનેર, જી. રાજકોટનો વતની છે.
મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીનું વર્ણન શરીરે છીંકણી કલરનું ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ હોવાનું જાણવા મળ્યું હતું.
આ કામગીરી દરમિયાન વિરમગામ ટાઉન પોલીસે સફળતાપૂર્વક આરોપીને ઝડપી પાડ્યો છે.
રોડકામમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ:
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. ગઢવી તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી.
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી વિરમગામ
📲Get App