🔥 TRENDING Delhi Building Collapse Injures Five,... Jailer 2: Will the Sequel Prioritize B... Paul Walker's Hidden Past: Marine Biol... Alia Bhatt enjoys Spain holiday with c... Arijit Singh Announces India Tour: Dat... Twin Strings Launches 'Karwaan 2026' M...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા પોલીસ દ્વારા 178 બોટલ પ્રતિબંધિત દારૂની જપ્તી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 05:54 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહી જુગાર અને પ્રતિબંધિત દારૂની જપ્તી કરવામાં આવી, કુલ 178 બોટલ અને ₹9,33,669 મુદામાલ મળી..

મહેસાણાના-:
ઉનાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહી જુગાર અને પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની તપાસ દરમિયાન 178 શીલબંધ બોટલ અને 110.7 લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યા.જપ્ત કરેલ દારૂમાં જેમસન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આઇરીશ વ્હિસ્કી, જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી અને બ્લેક એન્ડ વાઇડ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી જેવી બ્રાન્ડ્સ હતી અને કુલ મુદામાલ ₹6,83,669/- હતી. સાથે જ અશોક લેલન કંપનીનું પીકઅપ ડાલુ (રજી. નંબર G.J.36.V.6463) ₹2,50,000/- ના મૂલ્યનું પણ જપ્ત થયું, જેનાથી કુલ મુદામાલ ₹9,33,669/- બની..

પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.કાંકરેચા,પોલીસ કોન્સ્ટેબલ મોલીકકુમાર સુરેશભાઈ,પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર દેવજીભાઈ,પોલીસ કોન્સ્ટેબલ સંજયસીંહ પરથીસીંહ,પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી,પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ભગાભાઈ અધિકારી અને કર્મચારીઓએ ઉનાવા ગામમાં ઠાકોર મિતેષજી લેબુજીના રહેઠાણ પાછળના દરગાહની પાછળના વિસ્તારમાં તપાસ કરી.અરોપી ઠાકોર મિતેષજી લેબુજી હાજર ન હોવાને કારણે પોલીસએ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી,આગળની તપાસ ચાલુ છે.
📲Get App