🔥 TRENDING Gold Prices in Karnataka on Oct 4, 202... भड़कटिया में 'नमो सेवा गाथा' कार्यक्रम... RBSE Class 12 Mathematics 2026 Exam An... Union Minister Bhupender Yadav release... Manav Suthar appointed Rajasthan capta... Madurai Municipal Council Set for Diss...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી: તરકતળાવ-દેવરાજીયા માર્ગના રૂ. 1.70 કરોડના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Oct 2026, 11:32 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસના ભાગરૂપે તરકતળાવ અને દેવરાજીયા ગામને જોડતા 3.5 કિલોમીટર લાંબા માર્ગના રિસર્ફેસિંગ કાર્યનો રાજ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.

અમરેલી, તા. 03 - અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવવા અને વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવાના રાજ્ય સરકારના ઉદ્દેશ્ય સાથે વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, અમરેલીના તરકતળાવ મુકામે રાજ્યમંત્રી કૌશિકભાઈના હસ્તે તરકતળાવ અને ઊંચી રાજુલપરી ક્રોફડા વૈજનાથના માર્ગના મહત્વપૂર્ણ વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ કામગીરી હેઠળ, તરકતળાવથી દેવરાજીયા સુધીના અંદાજે 3.5 કિલોમીટર લાંબા ગ્રામ્ય રસ્તાનું રિસર્ફેસિંગ કરવામાં આવશે. સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી આ માર્ગના રિસર્ફેસિંગની માંગણી કરવામાં આવી રહી હતી. આ માર્ગનું કામ શરૂ થવાથી બંને ગામો વચ્ચેનો તેમજ આસપાસના વિસ્તારોનો વાહનવ્યવહાર વધુ ઝડપી અને સુગમ બનશે, જે ખેતી અને ગ્રામજનોની આવનજાવનમાં પણ સરળતા લાવશે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી કૌશિકભાઈએ જણાવ્યું હતું કે, "છેવાડાના ગ્રામજનોને પાકા રસ્તાથી જોડવા એ સરકારની પ્રાથમિકતા છે." તેમણે ઉમેર્યું કે, તરકતળાવ-દેવરાજીયા રસ્તાના રિસર્ફેસિંગથી સ્થાનિક ખેડૂતો અને નાગરિકોના સમય અને ઈંધનની બચત થશે. અમરેલી તાલુકામાં અનેક વિકાસકામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને ઘણા પ્રગતિ હેઠળ છે. આ માર્ગની કામગીરી એવી રીતે યોજનાબદ્ધ કરવામાં આવી છે કે તે ચોમાસા દરમિયાન પણ સુરક્ષિત રહે.

આ પ્રસંગે અમરેલી તાલુકાના આગેવાનો, તલાટી, સ્થાનિક આગેવાનો, સરપંચ અને પંચાયત સભ્યો સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App