🔥 TRENDING OpenAI AI agents leak 53 ChatGPT user... Congress leader Khera challenges EC on... Tension Grips Lovely Professional Univ... Rajiv Chandrasekhar tells Rahul Gandhi... Drone‑Delivered Defibrillators to Aid... Tamil Nadu Exempts Law and Order Depar...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
17મા CSC દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં વેજલપુર
Technology

17મા CSC દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં વેજલપુર

✍️ Reporter: કમલેશ સોલંકી 🗓 12 Aug 2026, 06:40 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગામના VLE મહેન્દ્ર લુહાર નું સન્માન

ગામના VLE મહેન્દ્ર લુહાર
નું સન્માન
CSC e-Governance Services India Limited દ્વારા તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ ગાંધીનગર ખાતે 17મા CSC દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી 150થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CSC ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી જયેશ ભાનુશાલી દ્વારા પ્રાસંગિક સંબોધન સાથે 17મા CSC દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં CSCની 17 વર્ષની સફર, આ સમયગાળા દરમિયાન સંસ્થાએ કરેલા સંઘર્ષો, પડકારો તથા મેળવેલી મહત્વપૂર્ણ સિદ્ધિઓની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. સાથે જ, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી ડિજિટલ તથા ઈ-ગવર્નન્સ સેવાઓ પહોંચાડવામાં VLE મિત્રોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.
રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર Village Level Entrepreneurs (VLEs)ને તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી
જિલ્લાના વેજલપુર ગામના VLE શ્રી મહેન્દ્ર લુહાર તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ Certificate આપી સન્માન કરવામાં આવ્યું હતું.
VLE શ્રી મહેન્દ્ર લુહાર દ્વારા તેમના વિસ્તારમાં CSCના માધ્યમથી વિવિધ ઈ-ગવર્નન્સ, ડિજિટલ તથા નાગરિકલક્ષી સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે વેજલપુર
. તેમની સેવાભાવી કામગીરી અને નાગરિકોને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ કરાવવા બદલ મળેલું આ સન્માન સમગ્ર નવસારી જિલ્લા માટે ગૌરવની બાબત છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં Axis Bank, SHCIL, UIDAI Team સહિતના વિવિધ બિઝનેસ પાર્ટનર્સની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન VLEs માટે નવી ટેકનોલોજી અને વ્યવસાયિક તકો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત Skoda કાર તથા WOW Green દ્વારા ડ્રોનનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
CSC દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓ અને વિવિધ સરકારી સેવાઓ નાગરિકો સુધી પહોંચાડવામાં VLEs મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. VLE શ્રી મહેન્દ્ર લુહાર નું આ સન્માન અન્ય VLE મિત્રો માટે પણ પ્રેરણારૂપ બનશે.
નવસારી જિલ્લા CSC ટીમ દ્વારા VLE શ્રી મહેન્દ્ર લુહાર ને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ફોટો: 17મા CSC દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સન્માનિત VLE શ્રી મહેન્દ્ર લુહાર નો ફોટો.
📲Get App