🔥 ट्रेंडिंग અમદાવાદની હોસ્પિટલમાં ડૉક્ટરનો ગુસ્સો:... न्यायालय का निर्णय: बिना स्थानीय बिक्र... उत्तराखंड उच्च न्यायालय ने पीआईएल पर उ... दिल्ली में पहले सप्ताह में 98 डेंगू के... इंडिया ब्लॉक के ग्यानेश कुमार विरोध प्... नवीन GRAP नियमों के तहत दिल्ली NCR में...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડુપ્લિકેટ દારૂ પીવાથી 17 લોકોની તબિયત લથડી, Bhavnagar કલેક્ટર દોડી આવ્યા
स्थानीय

ડુપ્લિકેટ દારૂ પીવાથી 17 લોકોની તબિયત લથડી, Bhavnagar કલેક્ટર દોડી આવ્યા

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 19 अग. 2026, 11:58 AM 👁 55
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે લોકોના જીવ જોખમાયા હોવાની ઘટનાને પગલે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સિવિલ હોસ્પિટલ તેમજ અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીઓ જ્યારે અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં 9 દર્દીઓ સહિત કુલ 17 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

હાલ દાખલ થયેલા તમામ દર્દીઓની સ્થિતિ નોર્મલ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે.

સાથે જ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવારના દિવસે ડુપ્લિકેટ દારૂનું સેવન કરનાર તમામ લોકો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ચેકઅપ કરાવે. સમયસર તબીબી તપાસ કરાવવાથી કોઈપણ ગંભીર પરિસ્થિતિને ટાળી શકાય છે.
📲Get App