🔥 TRENDING भामाशाह मातादीन पणिहार के सुपुत्र का आ... आसिका में बस कंडक्टर पर जानलेवा हमला,... आसिका में बस कंडक्टर पर जानलेवा हमला,... अलीगंज में दुर्गा पूजा के कारण यातायात... Biligirirangana Betta Tiger Reserve Se... Amnesty Criticizes Punjab's New Anti-T...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: વોર્ડ નં. 17માં વિકાસના કામો પેન્ડિંગ, ભાજપ કોર્પોરેટરે આસિસ્ટન્ટ એન્જિનિયરની ઓફિસને માર્યું તાળું

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 10 Oct 2026, 04:30 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડ નં. 17માં વિકાસના કામો સમયસર ન થતાં હોવાના આક્ષેપ સાથે ભાજપના કોર્પોરેટર જીતુભાઈ ચૌહાણે આસિસ્ટન્ટ એન્જિનિયરની ઓફિસને તાળાં માર્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડ નં. 17માં વિકાસના કાર્યોને લઈને વિવાદ સર્જાયો છે. વોર્ડમાં વિકાસના કામો સમયસર ન થતાં હોવા અને અનેક કામો લાંબા સમયથી પેન્ડિંગ હોવાના આક્ષેપ સાથે ભાજપના કોર્પોરેટર જીતુભાઈ ચૌહાણે આસિસ્ટન્ટ એન્જિનિયરની ઓફિસને તાળાં માર્યા હતા.

કોર્પોરેટર જીતુભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, શાહપુર વોર્ડમાં વિવિધ વિકાસકાર્યો અટવાયેલાં છે અને કામગીરી આગળ વધી રહી નથી. આ મુદ્દે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી.

આ ઘટનાના પગલે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. વોર્ડ નં. 17ના રહીશો પણ વિકાસના કામોમાં વિલંબથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App