🔥 TRENDING சேலத்தில் கொட்டிய கனமழையால் சாலைகளில்... ਮਾਨਸਾ ਮੋਰਚਾ ਤੇ ਸਰਕਾਰ, ਸਹਿਮਤ ..... Two Army Troops Killed When Truck Fall... Ranveer Singh's 'Ramayana Vs Dhurandha... Surabhi Das Pays Tribute at Maa Kamakh... Koffee With Karan 9: Kareena & Saif Ep...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં 17 દુકાનોમાં આગ, આરોપી પકડાયો નથી
Local

સુરતના શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં 17 દુકાનોમાં આગ, આરોપી પકડાયો નથી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 16 Sep 2026, 07:34 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સારોલી વિસ્તારમાં શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં મંગળવારે રાત્રે છઠ્ઠા માળે આગ લાગી, 17 દુકાનો ખાખ થઈ અને માલિકોને આશરે 24 કરોડનું નુકસાન થયું. આરોપી સ્પ્લેન્ડર બાઈક પર ભાગ્યો, પોલીસ હજી શોધમાં છે.

સુરતના સારોલી વિસ્તારમાં શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં મંગળવારે રાત્રે છઠ્ઠા માળે આગ લાગી, 17 દુકાનો ખાખ થઈ અને માલિકોને આશરે 24 કરોડનું નુકસાન થયું.

આ ઘટનાના પરિણામે માર્કેટ અનિશ્ચિત સમય માટે સીલ કરવામાં આવ્યું, જેના કારણે 200 થી વધુ દુકાનદારો, કર્મચારીઓ અને ટેમ્પોચાલકોનું રોજગાર છિનવાઈ ગયું.

આરોપી સ્પ્લેન્ડર બાઈક પર ભાગ્યો અને CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાયો, પરંતુ સ્માર્ટ સિટી દ્વારા દાવો કરાયેલા હાઈ-ટેક કેમેરા બંધ હોવાના કારણે પોલીસ બાઈકની નંબર પ્લેટ મેળવી શકી નથી.

પોલીસે અઠવાડિયું વીતી ગયા પછી પણ આરોપીને પકડવામાં અંધારામાં ફાંફા મારી રહી છે, અને ઘટનાની તપાસ ચાલુ છે.
📲Get App