🔥 TRENDING राजस्थान में पंचायती राज चुनाव की घोषण... વંથલી તાલુકામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ન... आज हरियाणा में प्रशासनिक तबादलों में स... Tipra Motha Targets 470-500 Village Co... Tripura CM Reaffirms Commitment to Str... Himachal CM Announces Continuation of...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં નકલી નોટોનો કારોબાર ચલાવતો રાજસ્થાની યુવક ઝડપાયો, 165 નકલી નોટો સાથે ધરપકડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 09:24 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોડાદરા પોલીસે બાતમીના આધારે સુરતમાંથી એક યુવકને 500 રૂપિયાની 165 નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી મજૂરીકામની આડમાં નકલી નોટોનો વેપાર કરતો હતો.

દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતો નકલી નોટોનો કારોબાર હવે સોશિયલ મીડિયા પર પણ સક્રિય બન્યો છે. ગોડાદરા પોલીસે સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના કુંભલગઢ જિલ્લાના વતની 25 વર્ષીય રમેશ ઉર્ફે જીગા જસરાજજી લોહાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ આરોપી સુરતના પુણાગામની સીતારામ સોસાયટીમાં રહી સાડી ફોલ્ડિંગનું કામ કરતો હતો. મજૂરીકામની આડમાં રાતોરાત અમીર બનવાની ગુનાહિત માનસિકતા સાથે તે નકલી નોટોના ગેરકાયદેસર કારોબારમાં જોડાયો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે ગતરાત્રે 11 વાગ્યે દેવધગામ ચાર રસ્તા પાસેથી આરોપી રમેશની અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી 500 રૂપિયાની 165 નકલી નોટો મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ નોટો સામાન્ય કલર ઝેરોક્ષ મશીનથી બનાવવામાં આવી હતી અને તેમાં વપરાયેલો કાગળ અત્યંત હલકી ગુણવત્તાનો હતો.

આરોપી આસપાસના બજારોમાં ભીડનો લાભ લઈને આ નકલી નોટો ચલણમાં મૂકવાની ફિરાકમાં હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
📲Get App