🔥 ट्रेंडिंग वार्ड 52 से जिला परिषद सदस्य के टिकट क... हाथरस को मिली 2 नई ट्रेनों की सौगात, स... कोलकाता जोगबनी एक्सप्रेस में यात्री के... 16-मयेम विधानसभा क्षेत्र में नए और छूट... सुमेरपुर के बाबा गांव में घायल नीलगाय... ભરૂચના ઝઘડિયા ખાતે બાબા ગોર સ્થળે ચશ્મ...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈ કરનાર પાંચ ઝડપાયા, 1.62 કરોડનો મુદ્દામાલ કબજે
अपराध

ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈ કરનાર પાંચ ઝડપાયા, 1.62 કરોડનો મુદ્દામાલ કબજે

✍️ रिपोर्टर: ODIYAN 🗓 08 अक्टू. 2026, 07:34 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ કચ્છ (ભુજ) પોલીસે ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની લાલચ આપી લોકોને છેતરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી તેમની પાસેથી 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પશ્ચિમ કચ્છ-(ભુજ) પોલીસ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો અને વીડિયો પોસ્ટ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરતી એક ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી અસલી સોના સહિત 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને ઇન્સ્ટાગ્રામ પર ‘madhav571’ નામની આઈડી મારફતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની જાહેરાતો કરી લોકો સાથે સંપર્ક કેળવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ભુજના ગીતા કોટેજ નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડી પાંચ આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ, પકડાયેલા આરોપીઓમાં ભુજના સુલતાન સુલેમાન કુંભાર (34), બસીર હાસમ કાતીરાર (33), સાજીદ સુલેમાન કુંભાર (31), અસગર સુલેમાન કાતીરાર (24) અને ફહીમ અલીમામદ સોઢા (21)નો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં, બસીર હાસમ કાતીરારે ઇન્સ્ટાગ્રામની ‘madhav571’ આઈડી પોતે બનાવી હોવાનું અને તેમાં સોનાના બિસ્કિટના ફોટા તથા વીડિયો મૂક્યા હોવાનું કબૂલ્યું છે. આરોપીઓ સસ્તા ભાવે સોનું આપવાની જાહેરાતો કરી લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતા હોવાની વિગતો પણ બહાર આવી છે.

આરોપીઓ પાસેથી 10 અસલી સોનાના બિસ્કિટ (વજન 1 કિલો), 15 નકલી સોનાના બિસ્કિટ, એક ક્રેટા કાર, ત્રણ ટુ-વ્હીલર, નવ મોબાઈલ ફોન અને રૂ.4,300 રોકડા સહિત કુલ રૂ. 1,62,44,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App