સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આવેલી મહૂવા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની 16 બેઠકો માટેની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પત્
ઝોનવાર સ્થિતિ જોઈએ તો, 16 બેઠકોમાંથી નાગધરા (મહિલા અનામત) બેઠક પરથી માજી ડિરેક્ટર મુકુંદ પટેલના પત્ની વનિતાબેન પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.સૌથી વધુ સ્પર્ધા દેદવાસણ બેઠક પર જોવ
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આવેલી મહૂવા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની 16 બેઠકો માટેની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પત્રો ખેંચવાના છેલ્લા દિવસે 15 બેઠકો પર 45 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે.આ ચૂંટણીમાં સુગર ફેક્ટરીની સત્તા મેળવવા માટે ભાજપના જ આગેવાનો અને જુદા જુદા જૂથો વચ્ચે સીધો જંગ જોવા મળશે.
ઝોનવાર સ્થિતિ જોઈએ તો, 16 બેઠકોમાંથી નાગધરા (મહિલા અનામત) બેઠક પરથી માજી ડિરેક્ટર મુકુંદ પટેલના પત્ની વનિતાબેન પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.સૌથી વધુ સ્પર્ધા દેદવાસણ બેઠક પર જોવા મળશે, જ્યાં 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સિવાય 7 બેઠકો પર બે-બે ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે અન્ય 8 બેઠકો પર બેથી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
ઝોન મુજબ ઉમેદવારોની વાત કરીએ તો, અનાવલમાંથી 2, ઝેરવાવરા (SC/ST)માંથી 2, ઊવામાંથી 2, મહૂવામાંથી 2, રાનકુવામાંથી 3, વ્યારામાંથી 3, વાંસકુઈ (કરચેલીયા)માંથી 4, વાંકનેર (મહિલા અનામત)માંથી 2, વાલોડમાંથી 3, બારડોલીમાંથી 2, વલવાડા (નાના સીમાંત ખેડૂત)માંથી 3, મહુવરીયામાંથી 3, બાજીપુરામાંથી 3 અને બિન ઉત્પાદક મંડળીમાંથી 2 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ભાજપ સંગઠન દ્વારા સમાધાન કરાવવાના ઘણા પ્રયાસો કરવા છતાં આંતરિક જૂથબંધી સ્પષ્ટ દેખાઈ રહી છે. વાંસકુઈ બેઠક પર ભાજપના માજી સાંસદ માનસિંહ પટેલ સામે અન્ય 3 ઉમેદવારો મેદાનમાં છે. વાલોડ બેઠક પર ઉપપ્રમુખ બળવંતરાય પટેલ (બલ્લુ મામા) સામે 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.