🔥 TRENDING कलवा के वागोब नगर में दो घरों का ध्वस्... જામનગરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ વેપારમાં... ਵਿਧਾਨ ਸਭਾ ''ਚ ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਕਤਲ ਮਾਮਲੇ '... ପୂର୍ବ ଶତ୍ରୁତା ପାଇଁ ଯୁବକଙ୍କୁ ନିର୍ମମ ହତ୍... ਵਿਧਾਨ ਸਭਾ ''ਚ DAP ਖਾਦ ਦੇ ਮੁੱਦੇ ''ਤੇ ਹੰ... સુરતમાં કતારગામના પંડોળમાં આગ લાગી
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરદાર પટેલની 151મી જન્મજયંતિની ઉજવણી માટે એકતાનગર સજ્જ | 205 NCC કેડેટ્સ કરશે ભવ્ય પરેડ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 23 Oct 2026, 12:30 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજપીપળા: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે એકતાનગરમાં તૈયારીઓ તેજ બની છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી ભવ્ય પરેડમાં દેશના 17 ડિરેક્ટોરેટ્સના કુલ 205 NCC કેડેટ્સ ભાગ લેશે. હાલ તમામ કેડેટ્સ રાજપીપળા સ્થિત GNLA ખાતે પરેડની સઘન તૈયારીઓ કરી રહ્યા છે.
પરેડમાં 148 કેડેટ્સ માર્ચપાસ્ટમાં ભાગ લેશે, જ્યારે 45 કેડેટ્સ બેન્ડ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરશે. આ ઉપરાંત 12 કેડેટ્સને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીની વિશાળ પ્રતિમાની પૃષ્ઠભૂમિમાં NCC કેડેટ્સના તાલબદ્ધ કદમો, શિસ્તબદ્ધ હિલચાલ અને ટીમવર્કથી દેશભક્તિનો માહોલ સર્જાઈ રહ્યો છે. પરેડને વધુ આકર્ષક અને શિસ્તબદ્ધ બનાવવા માટે કેડેટ્સ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ પરેડમાં NCC કેડેટ્સ શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવનાનું પ્રદર્શન કરશે.
દેશના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો એક જ ગણવેશમાં કદમ મિલાવીને ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશ આપશે.
NCCના 'એકતા અને શિસ્ત'ના સૂત્રને સાર્થક કરતા આ કેડેટ્સ સમયપાલન, એકાગ્રતા અને ટીમવર્ક સાથે પરેડને યાદગાર બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્ન અને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કરતી આ ભવ્ય પરેડ એકતાનગરમાં રાષ્ટ્રીય ગૌરવ અને યુવા શક્તિનું પ્રતીક બનશે.
📲Get App