🔥 TRENDING मुजफरपुर जिला को बहुत जल्द 2000की क्षम... ''ਨਾ ਗੱਲ ਕਰਨ ਦੀ ਤਮੀਜ਼ ਤੇ Attitude..!''... बिलासपुर के डी.पी. विप्र महाविद्यालय म... ਇਰਾਨ ਨੇ ਬਹਿਰੀਨ ''ਤੇ ਕਰ''ਤਾ ਹਮਲਾ ! ਅਮਰੀ... ಬಸ್‌ಗಾಗಿ ಕಾದು ಕಾದು ಸುಸ್ತಾದ ವಿದ್ಯಾರ್ಥಿಗ... देवास, मध्यप्रदेश में शहीद पवन सिंह या...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે ફતેપુરામાં યોગ સ્પર્ધા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ વિજેતા

✍️ Reporter: Pankaj Pandit 🗓 18 Nov 2026, 03:09 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી યોગ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમે વિજય મેળવ્યો હતો.

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં એક યોગ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમ શ્રી આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ, ફતેપુરા ખાતે યોજાયો હતો, જેમાં યોગ કોચ, યોગ ટ્રેનર અને સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધા સંપૂર્ણપણે ઓપન હતી અને તેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમે વિજેતાનો ખિતાબ મેળવ્યો હતો.

આ સ્પર્ધામાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાઓમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમે ફર્સ્ટ નંબર મેળવ્યો હતો. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિજેતાઓને ટી-શર્ટ અને મેડલ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત યોગ સાધકોએ ભવિષ્યમાં યોગ ટ્રેનરની તાલીમ લેવા માટે પણ તૈયારી દર્શાવી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ શંકરભાઈ આમલિયાર, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આઈ.કે.દેસાઈ સ્કૂલના આચાર્ય પંચાલ અને મછાર સાહેબ પણ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન જીલ્લા રમત ગમત અધિકારી શ્રી રાઠવાના માર્ગદર્શન હેઠળ જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગી, ફતેપુરા યોગ ટ્રેનર શોભનાબેન, સુખસર યોગ કોચ શંકરભાઈ કટારા, સંજેલી યોગ ટ્રેનર નિકિતાબેન અને સિંગવડ યોગ ટ્રેનર વિજેશભાઈ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ 'કરો યોગ, રહો નિરોગ', 'યોગ ભગાવે રોગ', 'ઘર ઘર પે હમ જાયેંગે, સબકો યોગ સિખાયેંગે', 'ભારત માતા કી જય', 'જય જય ગરવી ગુજરાત', 'યોગમય દાહોદ, યોગમય ગુજરાત' જેવા નારા સાથે સમાપ્ત થયો હતો.
📲Get App