🔥 TRENDING नाचना सरपंच चुनाव में चार प्रत्याशियों... Three Assam PWD officials suspended af... उन्नाव: असोहा क्षेत्र के सेमरी गांव मे... गडचिरोलीत भगवान बिरसा मुंडा यांची १५१... भारत ने न्यूजीलैंड को 22 रन से हराकर व... Four Assam Villages Collaborate to Cre...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Travel

ગણદેવી વિધાનસભા ક્ષેત્રના ચીખલી ખાતે ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ની ઉજવણી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 15 Nov 2026, 03:19 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણદેવી વિધાનસભા ક્ષેત્રના ચીખલી ખાતે ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ની ઉજવણી

કમલેશ સોલંકીના જય જોહર, જય આદિવાસી,
ગણદેવી વિધાનસભા ક્ષેત્રના ચીખલી ખાતે ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત આયોજિત ભવ્ય સમારોહમાં શ્રીમતી રિવાબા જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહી સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તથા મહાન ક્રાંતિવીર ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીને ભાવભરી વંદના અર્પણ કરી.
તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તમારી સરકારમાં કેમ આદિવાસી ભગવાન બિરસા મુંડાજીનું નામનો ઉદ્બોધન કે ઉલ્લેખ પણ જોવામાં નથી આવ્યો. કેમ આદિવાસી ખાતું ટ્રાઈબલ મિનિસ્ટ્રી પણ બનાવી ના શક્યા? જોવો આ ડબલ એન્જિન સરકારે આદિવાસી માટે શું શું કર્યું તેની ગાથા આજે પ્રજા વચ્ચે મૂકી . આદિવાસી લોકોના હાથ માં પેન અને કાગળ સાથે વિકાસની આ યાત્રામાં જોડાય એવી યુવા પેઢી ને આહવાન કર્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત નવસારી પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક તેમજ ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ, વહીવટી તંત્ર નવસારી સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં જનજાતિ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App