🔥 TRENDING સુરતની ઓલપાડ 84 કડવા પાટીદાર સંસ્થા 20... ಗಲಗ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಖಾಲಿ ಇರುವ ಕಂಪ್... સુરતમાં કતારગામમાં માથા વગરનું મૃતદેહ,... मधुबनी में पुलिस फायरिंग से ग्रामीण की... સુરતમાં 13 વર્ષની સગીરા સાથે અશ્લીલ વર... अररिया में सिकटी पुलिस ने बरामद की 121...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કેશોદમાં સરદાર પટેલની 151મી જન્મજયંતિ પર ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટમાં સિનર્જી બાયો એનર્જી જીત્યું..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 30 Oct 2026, 04:07 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદમાં 14 સ્પોન્સર સાથે 14 ટીમો દ્વારા 4 દિવસીય ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં સિનર્જી બાયો એનર્જી ટીમે ફાઇનલ જીતી અને 31 ઓક્ટોબરે બાઇક રેલી યોજાશે..

કેશોદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે લેતા પટેલ સમાજના યુવાનો દ્વારા ચાર દિવસીય ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અંદાજે 125 યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.14 સ્પોન્સરોના સહયોગથી કુલ 14 ટીમો બનાવવામાં આવી હતી. 25થી 28 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં યુવાનોએ ક્રિકેટની રમત સાથે સંગઠન અને એકતાનો સંદેશ આપ્યો હતો..

ટુર્નામેન્ટની ફાઇનલમાં સિનર્જી બાયો એનર્જી અને યમુના સ્ટીલની ટીમોએ સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં સિનર્જી બાયો એનર્જીની ટીમ વિજેતા જાહેર થઈ હતી.આ ઉપરાંત 31 ઓક્ટોબરના રોજ સવારે 8:30 કલાકે યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. બાળકો અને યુવાનોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે વક્તૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,ક્વિઝ અને નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ સરદાર પટેલના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ યુવાનોમાં સંગઠનભાવના અને આંતરિક શક્તિઓનો વિકાસ કરવાનો છે.
📲Get App