🔥 TRENDING विजयदशमी पर फारबिसगंज के ऐतिहासिक हवाई... ਰੂਪਨਗਰ: ਸਾਬਕਾ ਕੌਂਸਲਰ ਅਮਰੀਕ ਸਿੰਘ ਨੂੰ ਸਾ... જેમણે સેવાનો સંકલ્પ લીધો છે, તેમના માટ... ਪਾਵਰ ਕਲੋਨੀ ਫੁੱਟਬਾਲ ਟੂਰਨਾਮੈਂਟ ਵਿੱਚ ਵਿਧਾ... Uttar Pradesh to Acquire Land Worth ₹1... કલોલ ખાતે સોલાર જલ સેતુ નો આયોજન કરવામ...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હેડલાઇન: સરદાર પટેલની 151મી જન્મજયંતિની તૈયારીઓ તેજ, ગોવિંદ મોહને કરી સ્થળ તપાસ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 22 Oct 2026, 05:34 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમને લઈને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે એકતા પથ, સલામી મંચ, ટેબ્લો ડોમ, ભારત પર્વ અને પ્રકાશ પર્વ સહિતનાં સ્થળોની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
30 ઓક્ટોબરે ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ‘આનંદમઠ’નું પ્રસ્તુતીકરણ કરવામાં આવશે.
આ આયોજન અંગે એકતાનગરના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ડાયરેક્ટર ઓફ આઈ.બી. મહેશ દીક્ષિત, ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસ, ડીજી સીઆરપીએફ જ્ઞાનેદ્ર પ્રતાપ, નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, એડીજી-એસપીજી એસ. સુરેશ, ગુજરાતના ડીજીપી જ્ઞાનેદર સિંઘ મલિક, સ્પેશિયલ ડિરેક્ટર આઈબી જગ મોહન તથા ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
📲Get App