🔥 TRENDING Haryana farmers protest outside BJP of... Haryana CM Blames Punjab Govt Over Act... Petrol pump owners meet Hisar SP over... Live Law Releases September 2026 Diges... મહેસાણાની ચોરી થયેલી બાઈક સાથે ઇસમને પ... Akhil Gogoi Leads 21-Member Committee...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના વેલંજામાં 150 વીઘામાં બનશે ‘અન્નપૂર્ણા ખોડલધામ’, પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:31 AM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વેલંજા ખાતે 150 વીઘા જમીનમાં ‘શ્રી અન્નપૂર્ણા ખોડલધામ’ના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે, જે લેઉવા પટેલ સમાજ માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે.

સુરતના વેલંજા ગામ ખાતે 150 વીઘા જેટલી વિશાળ જમીનમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ના નિર્માણની જાહેરાત પાટીદાર સમાજના અગ્રણી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાત નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન ભવ્ય શેરી ઓટલો ગરબા કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર મેદાન ‘જય ખોડિયાર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને લોકો સમક્ષ ભાવિ ‘શ્રી અન્નપૂર્ણા ખોડલધામ’ની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. આ જાહેરાતથી સુરત સહિત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

આ નવનિર્મિત ધામ સુરતમાં વસતા આશરે 25 લાખ પાટીદારો, ખાસ કરીને લેઉવા પટેલ સમાજ માટે એક ભવ્ય આસ્થાનું કેન્દ્ર બનશે. સુરતમાં હાલ ઉમિયાધામના 6 મંદિરો છે, પરંતુ લેઉવા પટેલ સમાજ માટે કોઈ મુખ્ય આસ્થાનું કેન્દ્ર ન હોવાની ખામીને ધ્યાનમાં રાખીને, સમાજના 10-15 અગ્રણી ઉદ્યોગપતિઓએ આ સંકલ્પ લીધો છે. આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે જયંતીભાઈ એકલારા સેવા આપશે.
📲Get App