🔥 TRENDING Fans Praise Intensity of Pakistan-Indi... श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં ઓવરબ્રિજ નીચે બંધ બોલેરોમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, 15 દિવસથી હતો લાપતા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 Sep 2026, 05:30 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રાઈમ રેસ્ટોરન્ટ નજીક ઓવરબ્રિજ નીચે બંધ હાલતમાં પડેલી બોલેરો પીકઅપમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક છેલ્લા 15 દિવસથી ગુમ હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રાઈમ રેસ્ટોરન્ટની સામે આવેલા ઓવરબ્રિજ નીચે એક બંધ અને ધૂળ ખાતા બોલેરો પીકઅપમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બ્રિજ નીચે લાંબા સમયથી પાર્ક કરાયેલા આ બંધ ટેમ્પોમાંથી અચાનક જ અતિશય દુર્ગંધ આવવા લાગી હતી. આસપાસના સ્થાનિક લોકોએ ગંધને પગલે નજીક જઈને તપાસ કરતા ટેમ્પોના પાછળના ભાગે એક મૃતદેહ પડેલો હોવાનું જણાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ પિકેશ મોરે તરીકે થઈ છે. પિકેશ વ્યવસાયે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પિકેશ છેલ્લા 15 દિવસથી ગુમ હતો. તેના અચાનક ગુમ થવાથી ચિંતિત પરિવારજનો દ્વારા તેની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી.

15 દિવસ બાદ બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારની આશા નિરાશામાં ફેરવાઈ છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે એક રહસ્ય બની ગયું છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App