🔥 TRENDING Kidnapping, Extortion Case Filed in In... திருப்பரங்குன்றம் விவகாரம் – மதுரை முழ... ਬਿਕਰਮ ਸਿੰਘ ਮਜੀਠੀਆ ਨੂੰ ਵੱਡੀ ਰਾਹਤ, ਵਿਦੇਸ... ਰੇਲਵੇ ਸਟੇਸ਼ਨ ਦੇ ਬਾਹਰ ATM 'ਚ ਲੱਗੀ ਭਿਆਨਕ... बहराइच के रमवापुर खुर्द में आग से तीन... ಶಾಸಕ ಮಾನಪ್ಪ ವಜ್ಜಲ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ತ್ರ...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોડાસા હોસ્પિટલ ગોડાઉનમાં ચોરી અટકાવી,145 વાયર અને 4 સ્ટ્રીટ લાઇટ્સની ચોરી રોકાઈ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Nov 2026, 09:54 PM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે 15 નવેમ્બર 2026ની રાત્રે હોસ્પિટલ ગોડાઉનમાં થયેલી ચોરીની તપાસ કરી અને 145 વાયર અને 4 સ્ટ્રીટ લાઇટ્સની ચોરી રોકી, કુલ રૂ. 8,46,434/-ની ચોરી થયેલી વસ્તુઓ કબજે કરી..

અરવલ્લીમાં-:
15 નવેમ્બર 2026ની રાત્રે 03:10 થી 03:38 વાગ્યાની વચ્ચે મોડાસા શહેરની મોજે નવનિર્માણ સિવિલ હોસ્પિટલના બંધ ગોડાઉનમાં અજાણ્યા ચોરોએ તાળું તોડી ઇલેક્ટ્રિક સામાન ચોરી કરી.ચોરીમાં ગ્રેટ વાઇટ કંપનીના 145 વાયર બંડલ અને 4 સ્ટ્રીટ લાઇટ્સ, કુલ મૂલ્ય રૂ. 8,46,434/- સામેલ હતા.મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર આર.ડી. ચૌધરી અને સબ ઇન્સપેક્ટર સાજીદ એસ. મલેકની ટીમે સ્થળની આસપાસ લગાવેલા ખાનગી અને નેટવર્ક કેમેરાની તપાસ કરી. તપાસમાં ફોરવિલર મહીંદ્રા 500 (RTO નંબર RJ.38.UA.0712) શંકાસ્પદ ગાડી મળી,જે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના બોબસ ગામમાં રહેનારા રાકેશભાઈ ગણેશલાલ કાલબેલીયા ના નામે હતી.

પુછપરછમાં જાણવા મળ્યું કે 15 નવેમ્બરે રાકેશભાઈના જમાઈ અનીલ ગણેશભાઈ કાલબેલીયા મોડાસામાં હોસ્પિટલના કામ માટે આવ્યા હતા.અનીલ અને તેમના મિત્ર અલી અને 16 વર્ષના દીકરા સાથે ભંગાર વેચવાના બહાને ગોડાઉનમાંથી વાયરો ચોરીને તાંબાના તાર કાઢીને રાજસ્થાનના ખેતરમાં સડગાવી દીધા. પોલીસએ આરોપીઓ પાસેથી રૂ. 10,88,000/-ની વસ્તુઓ કબજે કરી અને અનીલ, અલી અને રવિ શંકરભાઈ કાલબેલીયા સામે 2023 ની ન્યાયસહીતા કલમ 331(4), 305(એ) અને 54 હેઠળ ગુનો નંબર 111880092601079/2026 દાખલ કર્યો.પોલીસે બાકી એક આરોપી જે બાળકીશોર છે,તેની પકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર ડી ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન, સાજીદ એસ મલેક પોલીસ સબ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,ભરતસિંહ માનસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,સતિશકુમાર દીપસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,રાહુલકુમાર અરવિંદભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,રણવીરસિંહ રણજીતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,જયદીપસિંહ પ્રવિણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,ટેકનીકલ એક્ષપર્ટ-પૃથ્વિપાલસિંહ ભીખુસિંહની પ્રશંસનીય કામગીરીને માન્યતા આપવામાં આવી.
📲Get App