🔥 ट्रेंडिंग गुजरात बम धमकी जांच में बांग्लादेश का... एसआईआर दावा विंडो बंद होने पर अधिकारिय... बिहार, झारखंड पुलिस ने सचिवालय विस्फोट... અમરેલા ધારી નગરપાલિકાની નવનિયુક્ત સદસ્... ठाणे-मुरबाडकरांसाठी मोठी बातमी! ३५ हजा... झारखंड हाईकोर्ट ने प्रदूषण बोर्ड को रा...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મીટર રૂમમાંથી રૂ. 1.43 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ અને એક વોન્ટેડ

✍️ रिपोर्टर: ભાવિક મકવાણા 🗓 14 सित. 2026, 11:44 PM 👁 16
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ ટાઉન પોલીસે સુંદરમ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી મીટર રૂમમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 1.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, સુંદરમ એપાર્ટમેન્ટના સી/607 નંબરના ફ્લેટમાં રહેતા ભરતસિંહ ઉર્ફે મામા ભીખુભા વાઘેલા ફ્લેટમાં જ વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતો હતો. દારૂનો જથ્થો ફ્લેટની બોરની ઓરડીમાં આવેલા મીટર રૂમમાં સંતાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે 504 બોટલ/ટીન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયર, જેની કિંમત રૂ. 1,33,680 છે, જપ્ત કર્યા હતા. ઉપરાંત રૂ. 10,000ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ કુલ રૂ. 1,43,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં ભરતસિંહ ઉર્ફે મામા ભીખુભા વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુંદરમ ફ્લેટમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે ડીગો વિક્રમસિંહ ચાવડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ટી. ગોહિલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. હરપાલસિંહ નારાયણસિંહ અને આ.પો.કો. પંકજભાઈ ગંભીરભાઈએ આ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટની કલમ 65(A)(E), 116(B) અને 81 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App