🔥 TRENDING भाजपा जिला सोशल मीडिया संयोजक नृपेन कु... BREAKING NEWS: सरयू में डूबे 12 वर्षीय... સાંતલપુર ખાતે પ્રથમ વખત યોજાયો ભવ્ય મે... ਸਿਕਸਰ ਕਿੰਗ'' ਯੁਵਰਾਜ ਸਿੰਘ ਦੀ IPL ''ਚ ਧਮ... बारिश के कारण किसानों को भारी नुकसान हाथमा के पास कार और ट्रैक्टर कि टक्कर
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

"ગુજરાતમાં ફૂડ સેફટી પર ભાર: 1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ, અસ્વચ્છતા પર ઈમ્પ્રુવમેન્ટ નોટિસ"

✍️ Reporter: Atul Thakor 🗓 13 Oct 2026, 09:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"ગુજરાતમાં ફૂડ સેફટી પર ભાર: 1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ, અસ્વચ્છતા પર ઈમ્પ્રુવમેન્ટ નોટિસ"

નવરાત્રી પર્વ દરમિયાન અને ત્યારબાદ પણ રાજ્યના નાગરિકોના આરોગ્યની જાળવણી માટે શુદ્ધ, સાત્વિક અને ભેળસેળરહિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.

💢 નવરાત્રિ દરમિયાન મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘી જેવા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કાર્યરત રહેશે. આ વાહનો સ્થળ પર જ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસશે.

💢 શુદ્ધ અને પૌષ્ટિક આહાર ગ્રહણ કરવો એ પ્રત્યેક નાગરિકનો હક છે. ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતાની ચકાસણી જાતે કરી શકે છે. જો ક્યાંય પણ અસ્વચ્છતા માલૂમ પડે, તો નાગરિકો તુરંત તેની સત્તાવાર ફરિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ગાંધીનગર ખાતે નોંધાવી શકે છે.

➡️ ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાનો ખોરાક વેચનારાઓ સામે કડકમાં કડક કાનૂની પગલાં રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવશે.
📲Get App