🔥 TRENDING India Post Opens Special Counters in M... अंकिता यादव बनी डीग जिले की सबसे कम उ... पदभार ग्रहण समारोह 14/10/2026 शनिवार Mike Myers Drafts Script for Fourth Au... Sci-Fi Film Seeks Actors for New York... Ram Charan Prays at Shirdi Sai Baba Te...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કામગીરી: ચોરીના 14 ટુ-વ્હીલર સાથે બે શખ્સો ઝડપાયા સાણંદ GIDC પોલીસને મળી મોટી સફળતા, પાંચ પોલીસ મથકોના વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 13 Nov 2026, 09:29 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વાહન ચોરીના વધતા બનાવો વચ્ચે સાણંદ GIDC પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવેલા કુલ 14 ટુ-વ્હીલર વાહનો સાથે બે શખ્સોને ઝડપી પાડી વાહન ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ, પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી નિલમ ગોસ્વામી દ્વારા વાહન ચોરીના વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસને સૂચના આપવામાં આવી હતી.
જેના અનુસંધાને સાણંદ GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. દેસાઈએ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે બકરાણા ગામના નિલેશકુમાર ઉર્ફે બબુ રામુભાઈ સોલંકીની પૂછપરછ કરતાં સાણંદ GIDC, સાણંદ ટાઉન, સરખેજ અને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી કુલ 14 મોટરસાઇકલ ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી.
તપાસમાં ચોરી કરેલી એક રોયલ એનફિલ્ડ બુલેટ વણી ગામના લાલાભાઈ બોધાભાઈ ભરવાડને વેચાણ આપ્યાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી અલગ-અલગ કંપનીનાં કુલ 14 ટુ-વ્હીલર કબજે લીધાં હતાં.
પાંચ પોલીસ મથકોના વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા વાહનોમાં:
સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારનાં 6 વાહનો
સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારનાં 5 વાહનો
વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારનું 1 વાહન
સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારનું 1 વાહન
અન્ય 1 હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ
આમ કુલ 14 ટુ-વ્હીલર વાહનો કબજે કરવામાં આવ્યાં છે.
ઝડપાયેલા આરોપીઓનાં નામ
નિલેશકુમાર ઉર્ફે બબુ રામુભાઈ સોલંકી, રહે. બકરાણા ગામ, તા. સાણંદ, જિ. અમદાવાદ.
લાલાભાઈ બોધાભાઈ ભરવાડ, રહે. વણી ગામ, તા. વિરમગામ, જિ. અમદાવાદ.
કામગીરી કરનાર પોલીસ ટીમ
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. દેસાઈ
પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. જયસ્વાલ
અ.હે.કો. રણજીતભાઈ વલાભાઈ
અ.પો.કો. વિષ્ણુભાઈ તરસંગભાઈ
અ.પો.કો. ગોવિંદભાઈ વર્ધાભાઈ
સાણંદ GIDC પોલીસની આ સફળ કામગીરીથી વાહન ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને ચોરીના 14 વાહનો કબજે કરવામાં આવતાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App