🔥 TRENDING Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વિરપુરની 14 વર્ષની જીલ મયંકભાઈ જોષીનું રાજકારણ પર અદભૂત શોશિયલ મીડિયામાં વક્તવ્ય..

✍️ Reporter: SAGAR PATEL 🗓 07 Aug 2026, 09:06 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરપુર તાલુકાની જીલ જોષીનું વક્તવ્ય સોશિયલ મીડિયામાં બન્યું ચર્ચાનો વિષય.. વિરપુર તાલુકાના વરધરા ગામની વતની અને ધોરણ-10માં અભ્યાસ કરતી 14 વર્ષની જીલ મયંકભાઈ જોષીએ રાજકારણ વિષય પર આ

વિરપુરની 14 વર્ષની જીલ મયંકભાઈ જોષીનું રાજકારણ પર અદભૂત શોશિયલ મીડિયામાં વક્તવ્ય..

વિરપુર તાલુકાની જીલ જોષીનું વક્તવ્ય સોશિયલ મીડિયામાં બન્યું ચર્ચાનો વિષય..

વિરપુર તાલુકાના વરધરા ગામની વતની અને ધોરણ-10માં અભ્યાસ કરતી 14 વર્ષની જીલ મયંકભાઈ જોષીએ રાજકારણ વિષય પર આપેલા અસરકારક અને તર્કસંગત વક્તવ્યથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. નાની ઉંમરે રાજકીય વ્યવસ્થા, લોકશાહી, મતદારોની જવાબદારી અને સમાજ પ્રત્યેની ફરજ જેવા મુદ્દાઓ પર તેમણે આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો શોશિયલ મીડિયામાં રજૂ કરતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.જીલના સ્પષ્ટ ઉચ્ચાર, મજબૂત રજૂઆત અને પરિપક્વ વિચારસરણીને લોકોએ શ્ વધાવી લીધી હતી. આ વક્તવ્ય પર લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલી નાની ઉંમરે રાજકારણ જેવા ગંભીર વિષય પર આટલું અસરકારક વક્તવ્ય આપવું ખરેખર પ્રશંસનીય છે. જીલે પોતાના વિચારો દ્વારા યુવાનોમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો.જીલ મયંકભાઈ જોષીની આ સિદ્ધિ વિરપુર તાલુકા અને વરધરા ગામ માટે ગૌરવની બાબત બની છે. તેમની વક્તૃત્વ કળા અને આત્મવિશ્વાસને જોઈ લોકો તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
📲Get App