🔥 TRENDING தமிழக வெற்றி கழகத்தில் பாமக வந்தால் நா... Mumbai civic body partners with Sukoon... Malegaon hits 38.4°C, highest temperat... Maharashtra batsman Ankit Bawne, 19 ye... দেবীপক্ষের শুভ লগ্নে মধ্যমগ্রামের ২৩ ন... અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમ...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બગસરા પોલીસને 14 વર્ષ જૂના અપહરણ કેસમાં મોટી સફળતા: રાજસ્થાનથી આરોપી ઝડપાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 11 Oct 2026, 10:25 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના બગસરા પોલીસે 14 વર્ષ પહેલાં નોંધાયેલા સગીર બાળકીના અપહરણ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં પોલીસને અપહરણના એક જૂના કેસમાં મોટી સફળતા મળી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં એક સગીર બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો, જેનો આરોપી છેલ્લા 14 વર્ષથી ફરાર હતો.

અમરેલી જિલ્લા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા આ કેસની તપાસ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી લંબાવવામાં આવી હતી. આખરે, સઘન તપાસ બાદ પોલીસ ટીમે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ડુંગરાળ જંગલ વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો.

પોલીસે આરોપીની ધરપકડ બાદ તેના કબજામાંથી અપહરણનો ભોગ બનેલી મહિલા અને તેના ત્રણ બાળકોને સુરક્ષિત રીતે છોડાવ્યા છે. હાલમાં આરોપીને બગસરા લાવવામાં આવ્યો છે અને તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App