🔥 ट्रेंडिंग प्रधानमंत्री मोदी ने दिल्ली में हरियाण... छत्तीसगढ़ उच्च न्यायालय ने अनरजिस्टर्ड... कांकेर पुलिस ने शुरू किया 'मिशन रक्षक'... उडांती टाइगर रिज़र्व में पोटैश बॉम्ब स... बिहार के शेखपुरा में सीएसपी अधिकारी पर... गोपालगंज में जितिया पर्व पर दाहा नदी म...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ગોડાદરામાં પોલીસે ધાબા પરથી કૂદી પડવાના પ્રયાસ કરતી 14 વર્ષીય કિશોરીને બચાવી લીધી
अपराध

સુરતના ગોડાદરામાં પોલીસે ધાબા પરથી કૂદી પડવાના પ્રયાસ કરતી 14 વર્ષીય કિશોરીને બચાવી લીધી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 सित. 2026, 06:20 PM 👁 47
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સામાન્ય બાબતમાં માતાની ઠપકા બાદ ગોડાદરામાં રહેતી 14 વર્ષીય કિશોરીએ ઘરના ધાબા પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસૂચક પોલીસે તેને હાથ પકડી બચાવી લીધી.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીએ ઘરના ધાબા પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પોલીસે સમયસૂચકતા બતાવીને તેને બચાવી લીધી છે. ઘટનાની વિગત મુજબ, સામાન્ય બાબતમાં માતાએ કિશોરીને ઠપકો આપતાં તે ઘરના ધાબા પર પહોંચી ગઈ હતી અને સીડી કેબીનનો દરવાજો બંધ કરી દીધો હતો. આ સમયે માતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કિશોરી સાથે શાંતિથી વાતચીત ચાલુ રાખી હતી. આ દરમિયાન, એક પોલીસકર્મીએ બાજુના ઘરની અગાશીમાંથી દીવાલ ટપાવીને કિશોરીની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસકર્મીને જોતાં જ કિશોરીએ ગભરાઈને દીવાલ પરથી કૂદકો મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાક્રમમાં, પોલીસકર્મીએ તરત જ હાથ લંબાવીને કિશોરીને પકડી લીધો હતો. આ સમયે જ અન્ય પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામે મળીને કિશોરીને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. આ ઘટના બાદ કિશોરીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવામાં આવ્યા છે.
📲Get App