🔥 TRENDING Two Tripura ULBs Honoured with Nationa... Tripura VC Poll Results Hint at 'New T... President Droupadi Murmu to Visit Hima... Yami Gautam’s 100‑Year‑Old Himachal Es... Himachal Pradesh Central University ra... Chief Minister Calls Cleanliness a Col...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના ઇન્દ્ર્નગરમાં સિલ્વર સ્કાય પાસે રોડ પરથી પાલિકાએ સિમેન્ટનો બમ્પ દૂર કર્યો,14 દિવસ પહેલા બમ્પને કારણે મોપેડ પરથી દીકરી અને માતા પડી હતી

હિંમતનગરના ઇન્દ્ર્નગરમાં સિલ્વર સ્કાય પાસે રોડ પરથી પાલિકાએ સિમેન્ટનો બમ્પ દૂર કર્યો,14 દિવસ પહેલા બમ્પને કારણે મોપેડ પરથી દીકરી અને માતા પડી હતી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 08:47 PM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગરના ઇન્દ્ર્નગરમાં સિલ્વર સ્કાય પાસે રોડ પરથી પાલિકાએ સિમેન્ટનો બમ્પ દૂર કર્યો,14 દિવસ પહેલા બમ્પને કારણે મોપેડ પરથી દીકરી અને માતા પડી હતી

હિંમતનગરમાં ઠેર ઠેર રોડ પર આડેધડ બમ્પ બનાવી દેવામાં આવે છે જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડે છે અને શારીરિક તકલીફોનો શિકાર થાય છે.ત્યારે આજથી 14 દિવસ પહેલા રોડ પર અયોગ્ય બનાવેલા બમ્પના કારણે મોપેડ પરથી દીકરી અને માતા પડી ગયા હતા જેમાં માતાને મોઢાના ભાગે અને શરીરે ઈજાઓ થવા પામી હતી.જેને લઈને ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યારબાદ નગરપાલિકા સહીત સલગ્ન જગ્યાએ રજૂઆત કરાઈ હતી.જે સમાચાર દિવ્યભાસ્કર ડીજીટલમાં પ્રસિદ્ધ થયા બાદ પાલિકાએ ધ્યાને લઈને કાર્યવાહી કરવાની વાત કરી હતી જેને લઈને પાલિકા ધ્વારા બમ્પ દૂર કર્યો છે.
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલ ઇન્દ્રનગરમાં જવાના માર્ગ પર સિલ્વરસ્કાય ફ્લેટ નજીક રોડ પર સિમેન્ટનો અયોગ્ય બમ્પ બનાવવામાં આવ્યો હતો જેને લઈને 14 દિવસ પહેલા ઇન્દ્રનગરમાં રહેતા ઓમપ્રકાશભાઈ પ્રજાપતિની દીકરી પાયલબેન તેમની માતા અનીતાબેનને ઇલેક્ટ્રિક મોપેડ પર બેસાડી ઘરે આવતા સમયે બમ્પના કારણે રોડ પર પટકાયા હતા જેમાં પાયલને પગે અને અનિતાબેનને મોઢાના ભાગે અને શરીરે ઈજાઓ થઇ હતી.ઈજાગ્રસ્ત અનિતાબેનને તાત્કાલિક સારવાર અર્થે પ્લુટોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બમ્પને લઈને બનેલા અકસ્માતની ઘટનાને લઈને પરિવારજનો ધ્વારા પાલિકા સહીત સલગ્ન જગ્યાએ રજૂઆત કરી હતી.બીજી તરફ આ સમાચાર દિવ્યભાસ્કર ડીજીટલમાં પ્રસિદ્ધ થયા હતા.જેમાં પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ તપાસ કરીને બમ્પ દૂર કરવાની વાત કરી હતી.ત્યારે એન્જીનીયર કિરણભાઈ પટેલ ધ્વારા પાલિકાએ રોડ પર બનાવેલ અયોગ્ય બમ્પ દૂર કરવાની કાર્યવાહી કરી હતી.અને જો કોઈ આડેધડ બમ્પ બનાવશે જે અંગેની રજૂઆત આવશે તે યોગ્ય નહિ હોય તો દૂર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App