🔥 ट्रेंडिंग సోన్పల్లిలో VBGRAMG గ్రామ సభ.. ఘనంగా గ... ఆదిలాబాద్ సిరికొండలో ఘనంగా గాంధీ జయంతి... Bidar news बच्चों की थाली से कौन छीन रहा निवाला? বাগনান 2 নম্বর বিডিও অফিসে সেবা সেতু ক... Bidar city news
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઈડરમાં 1300 તેડાગર બહેનોને ગિફ્ટ વિતરણ અને મહિલા સંમેલન યોજાયું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 02 अक्टू. 2026, 02:38 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાનના ૨૫ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન હેઠળ ઈડર ખાતે આયોજિત કાર્યક્રમમાં તેડાગર બહેનોને સન્માનિત કરાયા..

સાબરકાંઠામાં-:
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યની પ્રથમ ધીમાતા યશોદા આંગણવાડી કાર્યકર તેડાગર મંડળી,જવાનપુરા,ઈડર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ૧૩૦૦ થી વધુ તેડાગર બહેનોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલા સંમેલન યોજાયું હતું..

આ કાર્યક્રમ મહિલા શક્તિના સન્માન અને સમાજમાં તેમના યોગદાનને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે યોજાયો હતો.સમાજના ઘડતરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના સમર્પણ, સેવાભાવ અને માતૃશક્તિના અવિરત યોગદાનને હૃદયપૂર્વક વંદન કરવામાં આવ્યા હતા..

આ પ્રસંગે ઉપસ્થિત બહેનો સાથે આત્મીય સંવાદ સાધી તેમને મળેલા સન્માન અને પ્રોત્સાહન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.મહિલા સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે આવા પ્રયાસો નવી ઊર્જા અને પ્રેરણાનું કાર્ય કરે છે,તેમ જણાવવામાં આવ્યું હતું.
📲Get App