🔥 TRENDING नोसर गांव में बोरवेल में गिरे मासूम भो... Purav Jha's Crime Thriller in Chaar Ya... 11 New Telugu Movies & Shows Now Strea... Telugu OTT Releases Set for 17-23 Oct:... Yash Explains Why Ramayana Makers High... Ramayana Film Unveils International Tr...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી-છઠ પૂજા માટે 13 હજાર ચોરસ મીટરનો પેસેન્જર હોલ્ડિંગ એરિયા તૈયાર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:33 AM 👁 7
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે ઉધના રેલવે સ્ટેશન પર 13 હજાર ચોરસ મીટરનો વિશાળ પેસેન્જર હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે.

દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઘરે જતાં મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન પર એક મોટી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ માટે લગભગ 13 હજાર ચોરસ મીટર વિસ્તારમાં એક વિશાળ પેસેન્જર હોલ્ડિંગ એરિયાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) દ્વારા વિકસાવવામાં આવી રહેલું આ કેન્દ્ર મુસાફરોને પ્લેટફોર્મ પર મોકલતાં પહેલાં એક નિયંત્રિત જગ્યામાં રોકવાની સુવિધા આપશે. આનાથી સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર, પ્લેટફોર્મ અને બહારના સર્ક્યુલેટિંગ એરિયામાં થતી ભીડનું દબાણ ઘટાડવામાં નોંધપાત્ર મદદ મળશે.

આ હોલ્ડિંગ એરિયા ઓક્ટોબરના અંત સુધીમાં મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી યોજના છે. રેલવેનો ઉદ્દેશ્ય એ છે કે મુસાફરો સીધા પ્લેટફોર્મ પર ન જાય, પરંતુ પહેલા નિર્ધારિત હોલ્ડિંગ એરિયામાં રાહ જુએ. આ વ્યવસ્થા તહેવારો દરમિયાન મુસાફરોની અવરજવરને સુવ્યવસ્થિત કરવામાં અને અણધાર્યા સંજોગો કે નાસભાગ જેવી સ્થિતિની શક્યતાઓને ઘટાડવામાં મદદરૂપ થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું કે પ્રોજેક્ટનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઇમારતનું મુખ્ય માળખું અને છતનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ફ્લોર પર ટાઇલ્સ લગાવવા, જીઆરસી જાળી અને પોલીકાર્બોનેટ ફસાડ લગાવવાનું કામ અંતિમ તબક્કામાં છે.
📲Get App