Crime
સુરતમાં 13 વર્ષના માનસિક દિવ્યાંગ સગીર પર દુષ્કર્મ: મામા-ફોઈના ભાઈ સમાન સંબંધીની ધરપકડ
સુરતના ડીંડોલી વિસ્તારમાં માનસિક રીતે દિવ્યાંગ 13 વર્ષના સગીર સાથે તેના જ સંબંધીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. પોલીસે આરોપી સંબંધીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં માનવતા અને પવિત્ર પારિવારિક સંબંધોને કલંકિત કરતી અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જેમાં માત્ર 13 વર્ષના માનસિક દિવ્યાંગ સગીર સાથે તેના જ મામા-ફોઈના ભાઈ થતા સંબંધીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. માનસિક રીતે અસ્વસ્થ એવા નિર્દોષ બાળકને નિશાન બનાવી પારિવારિક વિશ્વાસની આડમાં આચરવામાં આવેલા આ કૃત્યથી ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ડીંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી સંબંધીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર બાળક અને આરોપી બંને નજીકના સંબંધી હોવાથી એકબીજાના ઘરે આવરો-જાવરો ધરાવતા હતા. સંબંધમાં મામા-ફોઈના ભાઈ થતા હોવાને કારણે પરિવારે પણ આરોપી પર ભરોસો રાખ્યો હતો. આરોપીએ આ માસુમ બાળક કંઈક પૈસા માગતો હોવાથી તેને બિસ્કિટ અપાવી દેવાના બહાને વિશ્વાસમાં લીધો હતો.
આરોપીએ બાળકને લલચાવી-ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં ઘરમાં કોઈની હાજરી ન હોવાનો ગેરલાભ ઉઠાવીને તેણે આ 13 વર્ષના અસહાય અને માનસિક રીતે અસ્વસ્થ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અમાનવીય કૃત્ય આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી સંબંધીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.