Crime
સુરતમાં 13 વર્ષના સગીર પર દુષ્કર્મ: સુપરવાઇઝર ક્રિષ્નાનંદ મિશ્રાની ધરપકડ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક 13 વર્ષીય સગીર પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર આરોપસર પોલીસે 45 વર્ષીય સુપરવાઇઝર ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રાની ધરપકડ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને અરેરાટીજનક ગુનાહિત કૃત્ય સામે આવ્યું છે. હજીરાની એક મોટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર 3 નજીક આવેલી રેસિડેન્સીમાં રહેતા 45 વર્ષીય ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રા નામના આધેડે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે.
સમાજમાં જવાબદાર હોદ્દો ધરાવતા આ આરોપીએ પુત્રની વયના માત્ર 13 વર્ષના દીકરાને શિકાર બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આરોપ છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ગંભીર અપરાધ મામલે ઈચ્છાપોર પોલીસે આરોપી ક્રિષ્નાનંદ મિશ્રાની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.