🔥 ट्रेंडिंग મોરબી: વિદેશી દારૂના ધંધાર્થી સામે પાસ... पेट्रोल पंप पर UPI पेमेंट को लेकर बड़ी... मूल पुस्तकों पर आधारित "मैरी पॉपिन्स"... सिधार्थ मल्होत्रा की ‘व्वाण’ ने ₹9.6 क... व्वाण का बॉक्स ऑफिस: पहले दिन ₹8 करोड़... पराडाइस बॉक्स ऑफिस पर दिन 2 में 57% गि...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નળકાંઠાના-થૂલેટા ગામે મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રૂ. 1.26 લાખની ચોરી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 26 सित. 2026, 09:55 AM 👁 78
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ડીવીઝનનાનળકાંઠાના-થૂલેટા ગામે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 1.26 લાખની ચોરી વીરમગામ તાલુકાના નળકાંઠાના-થૂલેટા ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અમૃતભાઈ ધીરુભાઈ કોળી પટેલના રહેણાક મકાનને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યું હતું.
ચોરોએ મકાનમાં રાખેલા લાકડાના કબાટ તથા લોખંડની તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો. ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 1,26,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે મકાન માલિક અમૃતભાઈ ધીરુભાઈ કોળી પટેલે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે નળસરોવર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા ચોરોની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App