🔥 TRENDING શિરીષ ભાઈ રબારીની બઢતીથી શિનોર ગામને મ... Samay Raina Confesses to Having a Girl... Tamannaah Bhatia Responds to Skin Tone... Low-Pressure System Brings Heavy Rains... PM Modi to Disburse ₹18,680 Crore to F... PM Modi to Transfer ₹18,000 Crore as B...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

પાવાગઢમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનો મહેરામણ, 1.25 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Oct 2026, 09:30 AM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો. રવિવાર અને પ્રથમ નોરતાના સંયોગે દર્શન માટે લાંબી કતારો લાગી હતી.

શારદીય નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતના પ્રસિદ્ધ ચાંપાનેર-પાવાગઢ શક્તિપીઠ ખાતે મા મહાકાળીના દર્શન માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. રવિવાર અને નવરાત્રીના પ્રથમ દિવસના શુભ સંયોગને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાવાગઢ ખાતે દર્શન માટે ધસારો કર્યો હતો.

મળતી માહિતી મુજબ, વહેલી સવારથી અત્યાર સુધીમાં અંદાજે 1.25 લાખથી વધુ ભક્તોએ મા મહાકાળીના દર્શનનો લાભ લીધો છે. હજુ પણ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે મા મહાકાળી પ્રત્યે લોકોની કેટલી આસ્થા છે.

ભક્તોને દર્શનમાં કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ, વહીવટી તંત્ર અને મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સુરક્ષા અને સુવિધા માટે યોગ્ય પગલાં લેવાયા હતા.
📲Get App