अपराध
ગાંધીધામ: ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો રૂ. 12.37 લાખનો જથ્થો ઝડપાયો, એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઓશિયા મોલની પાછળથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 12,37,280નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગાંધીધામ: પૂર્વ કચ્છના ગાંધીધામમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઓશિયા મોલની પાછળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર સહિત કુલ રૂ. 12,37,280નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા અપાયેલી સૂચનાઓના પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ઓશિયા મોલની પાછળના ભાગે કાર્યવાહી કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 180 MLના દારૂના ક્વાર્ટર 2,736 નંગ જેની કિંમત રૂ. 3,83,040, 750 MLની દારૂની બોટલો 96 નંગ જેની કિંમત રૂ. 54,240 અને સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર જેનું રજીસ્ટ્રેશન નંબર GJ-01-WB-5821 છે તેની કિંમત રૂ. 8,00,000 છે. આમ, પોલીસે કુલ રૂ. 12,37,280નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 11993006261324/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B) અને 98(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ નોંધ મુજબ, ક્રેટા કારના માલિક/ચાલક તથા તપાસમાં સામે આવે તેવા અન્ય વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.