🔥 ट्रेंडिंग बिलासपुर में मामूली विवाद में युवक पर... बिलासपुर के बजरंग चौक में काली माता का... एटा में अवैध खनन पर सख्त कार्रवाई: दो... शहडोल जिले थाना: विवाहित महिला की संदि... भाटापारा में भयानक एक्सीडेंट यह खबर आपको मनोहर सिंह भाटी ने बताया
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અરવલ્લી પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ અને હાઇવે પર હુન્ડાઈ ગાડીની તપાસમાં 12,29,415 રૂ.ની મિલકત જપ્ત..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 07 नव. 2026, 12:55 PM 👁 16
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુન્ડાઈ કેટા ગાડીમાં 833 બોટલ અને ટીન વિદેશી દારૂ, મોબાઈલ અને ગાડી સહિત કુલ 12,29,415 રૂ.ની મિલકત જપ્ત કરી, પોલીસ અધિકારીઓએ ગેરકાયદેસર દારૂ અને જુગારની કામગીરી પર નજર રાખી..

અરવલ્લીના-:
ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામેશ્વરકંપા ગામની સીમમાં, જીવણપુરથી સરડોઈ તરફ જતા રોડ પર હુન્ડાઈ કેટા ગાડીમાં 833 બોટલ અને ટીન વિદેશી દારૂ,1 મોબાઈલ ફોન અને ગાડી સહિત કુલ 12,29,415 રૂ.ની મિલકત જપ્ત કરવામાં આવી.આ મિલકતની કિંમત 2,24,415 રૂ.ની દારૂ અને 8,00,000 રૂ.ની ગાડી હતી.સફેદ કલરની GJ.18.EE.1744 નંબરની હુન્ડાઈ ગાડી શંકાસ્પદ ગાડી પેટ્રોલિંગ દરમિયાન શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાઈ, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખી નહી અને હિમતનગર તરફના રોડ પર ભાગી ગયો. ગાડીની અંદરથી દારૂ અને ટીન કાઢીને, ચાલકે 833 બોટલ અને ટીન સાથે ભાગી ગયો..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઈન્સપેક્ટર,વી જે તોમર પોલીસ સબ ઇન્સપેકટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર,જયેન્દ્રસિંહ ભીમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અક્ષેન્દ્રસિંહ જયદીપસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,ભયપાલસિંહ જુવાનસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સામેલ હતા.પોલીસે ગેરકાયદેસર દારૂ અને જુગાર, નશીલા દ્રવ્યોની વેચાણ અને હેરાફેરી પર નજર રાખવા માટે આગામી દિવાળીના તહેવાર દરમિયાન વધારાની પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી ચાલુ રાખવાની સૂચના આપી છે.
📲Get App