🔥 ट्रेंडिंग SGCCI એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ₹20... दिल्ली ने युवाओं व महिलाओं के लिए क्रे... वीडियो गेम विवाद के बाद दिल्ली के चिकन... સુરત જિલ્લામાં બે મૃતદેહ મળી, જુગાર રમ... भीलवाड़ा में रेत खनन विवाद के बाद घर प... સુરતના પલસાણા તાલુકામાં નહેરમાં મળેલી...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરેન્દ્રનગરમાં ૪૪ ગ્રામ ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા રૂપીયા.12,200ના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 24 नव. 2026, 10:23 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે ૪૪ ગ્રામ ગેરકાયદેસર સૂકા ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂપીયા.12,200નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાણી IPS ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં NDPSના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એચ.એચ. જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ જયંતીભાઈ તથા કલ્પેશભાઈ કનૈયાલાલને સંયુક્ત બાતમી મળી હતી કે, રફીકભાઈ હીરાભાઈ કટિયા રહેવાસી. બસ સ્ટેન્ડ પાછળ, ખાટકીવાડ, સુરેન્દ્રનગર બહારથી સૂકો ગાંજો મંગાવી સુરેન્દ્રનગરની શિવ હોટલથી ૬૦ ફૂટ રોડ તરફ જતા માર્ગ પર વેચાણ કરવાના ઇરાદે ગાંજાનો જથ્થો લઈને ઊભો છે.
બાતમીના આધારે PI એચ.એચ. જાડેજા તથા પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રફીકભાઈ હીરાભાઈ કટિયાના કબજામાંથી ૪૪ ગ્રામ સૂકો ગાંજો, કિંમત રૂપિયા.2,200 તથા એક મોબાઇલ ફોન કિંમત રૂપીયા.5,000 મળી આવ્યો હતો. જ્યારે ગાંજો ખરીદવા આવેલા દર્શનભાઈ મેરુભાઈ દેગામા રહેવાસી. ૮૦ ફૂટ રોડ, સનફ્લાવર સ્કૂલ પાસે, શાંતિનગર, સુરેન્દ્રનગર પાસેથી એક મોબાઇલ ફોન કિંમત રૂપીયા.5,000 મળી આવ્યો હતો.
આમ, પોલીસે બંને શખ્સોને કુલ રૂપીયા.12,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
PI એચ.એચ. જાડેજા
ASI આબાદમોહમદખાન ઇનાયતખાન મલેક
હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ભુપતભાઈ લોલાડિયા
પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ ગગજીભાઈ સોસા
પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ જયંતીભાઈ પારા
પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કનૈયાલાલ કાટોડિયા
હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ગોપાલભાઈ ભડાણિયા
સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસની કામગીરીથી ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App