🔥 ट्रेंडिंग ਘਰੇਲੂ ਕਲੇਸ਼ ਕਾਰਨ ਉੱਜੜ ਗਿਆ ਹੱਸਦਾ-ਖੇਡਦਾ... લાઠી તાલુકામાં સમાવિષ્ટ કુલ ૧૩ સેજામાં... હિંમતનગરમાં 'માં નો માંડવો 2026'માં ખે... અરવલ્લીના ભિલોડામાં બે બાઈકની ટક્કરથી... दुर्गा अष्टमी पर कंजकों का पूजन मिर्ज़ापुर सीज़न 4: फिल्म की सफलता के...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત મનપાએ રૂ. 12 કરોડના 28 કામો રદ કર્યા, નીચા ભાવે ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરોને મળશે નવી શરતો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 18 अक्टू. 2026, 10:18 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકામાં કામની ગુણવત્તા અને વિલંબની સમસ્યાને ધ્યાનમાં રાખીને, અંદાજિત ખર્ચ કરતાં 30 ટકાથી વધુ નીચા ભાવે ભરાયેલા રૂ. 12.30 કરોડના 28 કામો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે આ કામોમાં નવી શરતો સાથે ફરીથી ટેન્ડર મંગાવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવાની હરીફાઈમાં પ્રવર્તમાન એસઓઆર કરતાં અત્યંત નીચા ભાવે ટેન્ડર ભરવાની પ્રથા સામે તંત્રે હવે કડક વલણ અપનાવ્યું છે. લોએસ્ટ રેટના આધારે કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ કામની ગુણવત્તા સાથે બાંધછોડ થવી, કામગીરીમાં વિલંબ થવો તેમજ કેટલાક કિસ્સામાં એજન્સીઓ કામ અધૂરું છોડીને જતી રહેવા જેવી ગંભીર સમસ્યાઓને ધ્યાને રાખીને નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે. આ નીતિના પ્રારંભિક અમલરૂપે શનિવારે મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં અંદાજિત ખર્ચ કરતાં 30 ટકાથી વધુ નીચા ભાવે ભરાયેલાં કુલ રૂ. 12,30,77,585ના 28 કામોને રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે આ તમામ કામોમાં નવી શરતોનો સમાવેશ કરીને ફરીથી ટેન્ડર મંગાવવામાં આવશે.

નીચા ભાવના ટેન્ડરમાં કામની ગુણવત્તાને લઈ મનપામાં સવાલો ઉભા થયા હતા. ઇજારો મેળવવા માટે કેટલાક કોન્ટ્રાક્ટરો અંદાજિત ખર્ચ કરતાં અસામાન્ય રીતે નીચા ભાવની ઓફર મૂકતા હતા, જેના કારણે કામની ગુણવત્તા, ટેકનિકલ ક્ષમતા અને સમયસર કામ પૂર્ણ કરવાની ક્ષમતા પર પ્રશ્નચિહ્ન ઉભા થતા હતા. આ પરિસ્થિતિને રોકવા માટે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ રાજન પટેલે મનપા કમિશનરનું ધ્યાન દોર્યું હતું. જેના પગલે માર્ગ અને મકાન વિભાગના પરિપત્રનો તાત્કાલિક અસરથી અમલ કરવાની તાકીદ કરાઈ છે.
📲Get App