स्थानीय
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી
રાજ્ય સરકારે નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ગરબા રસિકોને મોટી ભેટ આપી છે. હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડીને ગરબા રમી શકાશે.
નવરાત્રીના પવિત્ર પર્વને લઈને ગરબા રસિકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, નવરાત્રી દરમિયાન હવે રાત્રે 12:00 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડીને ગરબા રમી શકાશે. સામાન્ય દિવસોમાં રાત્રે 10:00 વાગ્યા સુધી જ સ્પીકર વગાડવાની મંજૂરી હોય છે, પરંતુ આ ખાસ છૂટછાટ આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ અંગે તમામ જિલ્લા કલેક્ટરોને જાહેરનામું બહાર પાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ છૂટછાટને કારણે ગરબા રસિકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ અને મંડળીના તાલે ગરબાનો આનંદ માણી શકશે.
જોકે, 12 વાગ્યા પછી ડીજે સ્પીકર બંધ કરવામાં આવશે અને તે અંગે નિયમોનું પાલન કરવું પડશે. આ નિર્ણયથી રાજ્યભરના ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.