🔥 TRENDING राजस्थान में पंचायती राज चुनाव की घोषण... વંથલી તાલુકામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ન... आज हरियाणा में प्रशासनिक तबादलों में स... Tipra Motha Targets 470-500 Village Co... Tripura CM Reaffirms Commitment to Str... Himachal CM Announces Continuation of...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઝઘડિયાના સંજાલી ગામમાં દીપડાનો 12 વર્ષીય બાળકી પર હુમલો, સ્થાનિકોમાં ભયનો માહોલ

✍️ Reporter: Divyarajsinh Gohil 🗓 03 Oct 2026, 06:05 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે એક 12 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભેંસ ચરાવવા ગયેલ પરિવાર ઉપર બપોરના સમયે બાળકી પર દિપડાનો હુમલો, 12 વર્ષીય બાળકી પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.

આ ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. દીપડાના ભયને કારણે ગામલોકો સાંજ પડ્યા બાદ ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

વન વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા દીપડાને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધતા લોકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
📲Get App