🔥 TRENDING Actress Rakul Preet Singh calls IT rai... DRISHYAM THE CONCLUSION Sets New Bench... Arijit Singh to Launch 2027 India Tour... Anuv Jain: Rising Indian Singer Shares... Arijit Singh Announces India Tour to C... Karnataka Form 7 Row Sparks Concern, R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: મકરબામાં 12મા માળેથી સગીર બાળકનો કૂદકો, આત્મહત્યાનું કારણ અકબંધ

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 11:05 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં એક સગીર વયના બાળકે 12મા માળના ફ્લેટની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક સગીર વયના બાળકે આત્મહત્યા વ્હોરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક બાળકે Classic height બિલ્ડિંગના 12મા માળની ગેલેરી પરથી નીચે પડતું મૂક્યું હતું.

આ ઘટના અલબ્રુજ ચાર રસ્તા નજીક બની હતી. બાળકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હાલ અકબંધ છે અને પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે મૃતદેનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના લોકોમાં આ ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App