🔥 ट्रेंडिंग उत्तर प्रदेश की महिलाओं को मिलेंगे 50,... यूपी बोर्ड परीक्षा परिणाम 2026 राजस्थान: अजय खेमरा हत्याकांड में आरोप... રાજુલા સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ધ્વજ... અમરેલી ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આ... ૮૦મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અ...
14 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સ્કૂલ બોર્ડનું બજેટ 1198 કરોડ છતાં વિદ્યાર્થીઓ ગંદુ પાણી પીવા મજબૂર

✍️ रिपोर्टर: Semil Lakhani 🗓 13 अग. 2026, 07:12 PM 👁 36
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નરોડાની સ્કૂલમાં પાણીની સમસ્યા, ટાંકીની સફાઈ બાકી અને RO મશીન પણ બંધ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2026-27 માટે રૂ. 1198.76 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં શહેરની કેટલીક મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને પીવાના સ્વચ્છ પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નરોડા વિસ્તારમાં આવેલી એક મ્યુનિસિપલ શાળામાં વિદ્યાર્થીઓને ગંદુ પાણી પીવાની ફરજ પડતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. શાળાની પાણીની ટાંકીમાં લીલ જામેલી જોવા મળી રહી છે અને ટાંકીની યોગ્ય સફાઈ લાંબા સમયથી થઈ ન હોવાની ફરિયાદ છે.

ટાંકીની સફાઈ બાકી, RO મશીન પણ બંધ

શાળામાં પીવાના પાણી માટેની વ્યવસ્થા હોવા છતાં પાણીની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે. ટાંકીની સફાઈ બાકી હોવાની સાથે શાળામાં લગાવવામાં આવેલા RO મશીનમાંથી પણ પૂરતું સ્વચ્છ પાણી મળતું ન હોવાની ફરિયાદ છે.

કરોડોનું બજેટ છતાં મૂળભૂત સુવિધાનો અભાવ

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે શાળાઓમાં આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સ્કૂલો વિકસાવવા માટે મોટું બજેટ ફાળવ્યું છે. અહેવાલ મુજબ શહેરમાં અનેક શાળાઓને સ્માર્ટ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ વિદ્યાર્થીઓને પીવાનું સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સુવિધા માટે મુશ્કેલી પડે તે ગંભીર બાબત છે.

પાણીની ટાંકીની નિયમિત સફાઈની માંગ

વાલીઓ અને શાળા સંબંધિત લોકો દ્વારા પાણીની ટાંકીની તાત્કાલિક સફાઈ કરાવવા તેમજ વિદ્યાર્થીઓને નિયમિત રીતે શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાણીની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
📲Get App